Ahmedabad/ આકાશ જૈનને NCWની સાઈટ પર આપત્તિજનક ટીપ્પણી ભારે પડી..

NCW ની સાઈટ પર આપત્તિજનક ટીપ્પણી ભારે પડી..

Top Stories Gujarat
shiv ji 6 આકાશ જૈનને NCWની સાઈટ પર આપત્તિજનક ટીપ્પણી ભારે પડી..

@વિશાલ મહેતા, અમદાવાદ 

રાષ્ટ્રીય મહિલા આયોગની ટ્વીટર સાઇડ ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ટેગ કરનાર આરોપી ની સાયબર ક્રાઇમ ની ટીમે ધરપકડ કરી છે.વડોદરા માં રહેતા આકાશ જૈન નામના આરોપી ની વડોદરા થી ધરપકડ કરી છે શું છે આરોપીઓ બેગ્રાઉન્ડ અને શા માટે તેને આવા ગંભીર ગુનાને આપ્યો તો અંજામ આવો જોઈએ અમારા આ અહેવાલમાં

ટીવી સ્ક્રીન પર દેખાતો આરોપીનું નામ આકાશ જૈન છે. હાલ વડોદરા માં લક્ષ્મી ધામ સોસાયટી, ગોરવા માં રહે છે. વોડોદરા નો એમ એસ યુનિવર્સિટી માં બી કોમનો અભ્યાસ કરેલો છે. આકાશે રાષ્ટ્રીય મહિલા આયોગ ની ટ્વીટર સાઇટ ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કરી સેન્ડ કર્યું હતું અને જેને લઇને રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી.

થોડાક સમય પહેલા આરોપીએ  તેના એક કોમેડિયન વીડિયોમાં મહિલાઓ પર અભદ્ર ભાષામાં કોમેન્ટ કરી હતી. પરંતુ તે સમયે મહિલા આયોગ દ્વારા તેની ઉપર કોઇ કાર્યવાહી ન કરતાં આરોપી આકાશને મનમાં  લાગી આવ્યું હતું અને આક્રોશમાં આવી જતા તેણે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ટ્વીટર પર ટેગ કરી હતી.

હાલ તો સાયબર ક્રાઇમની ટીમે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા ટ્વીટર પર ટેગ કરવા પાછળનું કારણ કોમેડિયન સામે કાર્યવાહી ના કરી હોવાનું જણાવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…