Not Set/ યુપીમાં અખિલેશ ઉંઘતા રહ્યા : યોગીએ બાજી પલ્ટાવી દીધી

યોગી આદિત્યનાથ હવે સંતની સાથે આધુનિક રાજકારણી બની ગયા છે. ચાણક્ય શબ્દ ન વપરાય પણ ગમે તેવી કુટિલ નીતિ વાપરી શકે છે. તેમણે વડાપ્રધાન મોદીને તેમના હથિયારથી જવાબ આપ્યો તો પોતાના રાજ્યમાં અખિલેશને ઉંઘતા ઝડપી લઈ તેના જ હથિયારથી જનોઈવટ ઘા માર્યો છે

India Trending
kamakhya devi 13 યુપીમાં અખિલેશ ઉંઘતા રહ્યા : યોગીએ બાજી પલ્ટાવી દીધી

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

ઉત્તરપ્રદેશમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાઈ ત્યારે ૪૦૦૦થી ૨૦૦૦ બેઠકો સાથે સમાજવાદી પક્ષ મેદાન મારી ગયો હતો અને ૭૫ જિલ્લા પંચાયતોમાંથી ઓછામાં ઓછી ૬૦ થી વધુ જિલ્લા પંચાયતો પર ફરી સમાજવાદી પક્ષનું શાસન સ્થપાશે તેવું વાતાવરણ હતું. પરંતુ શનિવારે જિલ્લા પંચાયતોના ચેરમેનપદની ચૂંટણીના જે પરિણામો જાહેર થયા છે તેમાં ૭૫ પૈકી ૬૫માં ભાજપના ચેરમેન ચૂંટાયા છે. સપાને પાંચ તેના સાથી પક્ષને ૧ અને ૪ જિલ્લામાં અપક્ષ ચેરમેનો ચૂંટાયા છે. આમ ભાજપે ફરી એકવાર સપાટો બોલાવ્યો છે. જે બે અપક્ષ ચેરમેનો ચૂંટાયા છે તે પણ ભાજપના સમર્થકો છે. ભલભલા રાજકીય નિરીક્ષકો માથું ખંજવાળતા થઈ જાય તેવા આ પરિણામ આવ્યા છે. આજથી એક દોઢ માસ પહેલા જે પરિણામો જાહેર થયા ત્યારે સપા સમર્થકો ગેલમાં હતાં. મોટાભાગના વિશ્લેષકોએ ભાજપના અને તેમાંય ખાસ કરીને યોગી આદિત્યનાથના વળતા પાણી થયા હોવાની નોંધ લખી હતી. સપાના સુપ્રિમો અખિલેશ યાદવ હવામાં આવી ગયા હતાં અને ૨૦૨૨માં યોજાનારી ચૂંટણીમાં અમારી સરકાર રચાશે કારણ કે અમે સેમીફાઈનલ જીત્યા છીએ એટલે ફાઈનલમાં પણ અમે જ જીતવાના છીએ તેવા ખ્વાબમાં રાચતા હતાં. પરંતુ ચબરાક યોગીએ જે રીતે મોદીના માનીતા આઈ.એ.એસ. અધિકારીને વિધાન પરિષદના સભ્ય તો બનાવ્યા પણ મોદી શાહ અને નડ્ડાની ત્રિપુટીની ઈચ્છા મુજબ નાયબ મુખ્યમંત્રી તો શું કેબીનેટ મંત્રી પણ ન બનાવ્ય અને સંગઠનમાં ઉપાધ્યક્ષની જવાબદારી પોતાના માનીતા પ્રદેશ પ્રમુખ સિંઘદેવ મારફત અપાવી દીધી. જે સ્થાનિક ચૂંટણી અંગે યોગી આદિત્યનાથને ઠપકો ખાવો પડ્યો હતો પરંતુ દિલ્હીમાં મૌન રહી મોવડી મંડળનો ઠપકો સાંભળી લીધો પણ લખનૌ આવીને જે ખેલ પાડી દીધો તેના કારણે સપાની – અખિલેશના હાથમાં આવેલી બાજી છીનવી લીધી. અથવા બીજા અર્થમાં કહીએ તો અખિલેશ ઉંઘતા કે વધુ પડતાં આત્મવિશ્વાસમાં રહ્યાં અને આ ગોરખપુરની ગાદીના મહંતે પોતાનો પાવર દેખાડી દીધો. તેણે અખિલેશને તો પાઠ ભણાવ્યો તેના ગણિત ઉંધા વાળી દીધા પણ સ્થાનિક ચંટણીના પરિણામનું બહાનં આપી તેમને પાછા ગોરખપુર મોકલવા માગતા ભાજપની કેન્દ્રીય ત્રિપુટીની બોલતી તો બંધ કરી પણ સાથોસથ આ ત્રિપુટીએ યોગીને અભિનંદન આપવા પડે તેવી સ્થિતિનું સર્જન કરી દીધું.

himmat thhakar યુપીમાં અખિલેશ ઉંઘતા રહ્યા : યોગીએ બાજી પલ્ટાવી દીધી

આનુ કારણ શું ? આવો પ્રશ્ન દરેકના મનમાં ઉઠે છે. ઉત્તરપ્રદેશમાં જિલ્લા પંચાયત સ્તર સુધીની ચૂંટણી પક્ષ લડતો નથી. કાર્યકરો પોતોના પક્ષના નહિ પણ જુદા જ નિશાન પર લડે છે અને બીજી વાત એ કે ત્યાં સ્થાનિક સ્તરે જેમ મહિલા અનામત નથી તેમ પક્ષાંતર વિરોધી ધારો પણ નથી. આ જાેગવાઈનો યોગી આદિત્યનાથે બરોબર ફાયદો ઉઠાવ્યો. ૭૫માંથી માત્ર આઠ કે દસ જિલ્લા પંચાયતોના ચેરમેન પદ મળે તેમ હતા તેના બદલે પક્ષને ૬૫ અને સાથી પક્ષને બે મળી ૬૭ જિલ્લાના ચેરમેનપદ હાંસલ કરી સપાનું આ વખત તો ગણિત ઉંધુ વાળી દીધું. પણ તેની સાથોસાથ ૨૦૧૬માં સપાને ૬૨ જિલ્લા પંચાયતો હતી તે પણ આંચકી લીધી. જેમ ૨૦૧૬માં અખિલેશે પોતાના પાવરનો ઉપયોગ કર્યો હતો તેમ આ વખતે યોગીએ પોતાની સત્તાના પાવરની સાથે શામ દામ દંડ ભેગનો ઉપયોગ કર્યો અને સપાના સમર્થકોને હોદ્દા આપ્યા, સાથે લીધા. જરૂર પડે ત્યાં તેઓની સામેના જૂના કેસો ઉખેળવાની ધમકી આપી અને સાથે લઈ લીધા અને યુપીમાં ધાર્યુ તો યોગીનું જ થાય તે વાત સાબિત કરી.

kamakhya devi 10 યુપીમાં અખિલેશ ઉંઘતા રહ્યા : યોગીએ બાજી પલ્ટાવી દીધી

સત્તા પર આવેલા પક્ષ પછી તે કોંગ્રેસ હોય,સપા હોય, બસપા હોય કે હવે ભાજપ હોય પણ સત્તા ટકાવવા ગમે તેવા ખેલ ખેલી શકે છે. ભાજપ ગમે તેવા સેવા અને સુશાસન કે રામરાજ્યના દાવા કરતો હોય પણ અંતે તો આપણા બીજા રાજકારણીઓની પંગતમાં જ બેસી જાય છે તે હકિકતની કોઈ ના પાડી શકે તેમ નથી.

kamakhya devi 11 યુપીમાં અખિલેશ ઉંઘતા રહ્યા : યોગીએ બાજી પલ્ટાવી દીધી

આપણા ગુજરાતના મોટાભાગના અખબારો અને ટીવી ચેનલોએ યુપીના જિલ્લા પંચાયતના ચેરમેનપદની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો તેવા ઉલ્લેખ સાથે નોંધ લીધી છે. આજ પ્રચાર માધ્યમોએ ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે ભાજપને આંચકો લાગ્યો તેવી નોંધ પણ લીધી હતી. ઉત્તરપ્રદેશના અગ્રણી હિંદી અખબાર જાગરણ અને નઈ રોશની અને લખનૌ સમાચારે આ પરિણામની નોંધ લઈને લખ્યું છે કે આ પરિણામ અત્યારે યોગીને અભિનંદન અપાવનારૂ છે. પણ યુ.પી.માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બહુમતી આવશે જ તેવી ખાતરી આપનારૂં નથી. અત્યારે યોગી આદિત્યનાથને હમણાં કોઈ ડિસ્ટર્બ નહીં કરે. ચૂંટણી પણ તેમની આગેવાની હેઠળ જ લડાશે તેટલી રાહત થઈ છે. ૨૦૧૬ની યુપીની સ્થાનિક ચૂંટણીમાં તત્કાલિન મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજ રીતે બાજી મારી હતી પરંતુ ૨૦૧૭ની લોકસભા ચૂંટણીમાં આ પરિણામનું પુનરાવર્તન કરી શક્યા નહોતા તે પણ હકિકત છે અને ભૂંડી રીતે સપા હાર્યુ હતુ. એટલે ઘણા વિશ્લેષકો કહે છે તે પ્રમાણે સ્થાનિક ચૂંટણી પ્રમાણે વિધાનસભાના પરિણામો આવતા નથી. ગુજરાતમાં ૨૦૧૬ની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસે ૩૧ પૈકી ૨૩ જિલ્લા પંચાયતો જીતી પણ હતી. પણ વિધાનસભામાં બહુમતી મળી નહીં અને હમણાં ૨૦૨૧માં યોજાયેલી જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં એક પણ જિલ્લા પંચાયતમાં સત્તા ન મળી તે પણ હકિકત છે. ગુજરાતમાં પક્ષાંતર વિરોધી ધારો અસ્તિત્વમાં હોવા છતાં ૨૦૧૬માં કોંગ્રેસે મેળવેલી ૨૩ પૈકી પાંચ જિલ્લા પંચાયતો ૨૦૧૮ના મધ્ય ભાગમાં ભાજપે આંચકી લીધી હતી. પક્ષાંતર વિરોધી ધારો હોવા છતાં આ શક્ય બનતું હોય તો પછી પક્ષાંતર વિરોધી ઘારો અસરકારક ન હોય કે પક્ષો પોતાના નિશાન પર ન લડતા હોય ત્યાં તો ગમે તેવા ખેલ પાડી શકાય છે. યુપી તેનો પૂરાવો છે.

kamakhya devi 12 યુપીમાં અખિલેશ ઉંઘતા રહ્યા : યોગીએ બાજી પલ્ટાવી દીધી

યોગી આદિત્યનાથ હવે સંતની સાથે આધુનિક રાજકારણી બની ગયા છે. ચાણક્ય શબ્દ ન વપરાય પણ ગમે તેવી કુટિલ નીતિ વાપરી શકે છે. તેમણે વડાપ્રધાન મોદીને તેમના હથિયારથી જવાબ આપ્યો તો પોતાના રાજ્યમાં અખિલેશને ઉંઘતા ઝડપી લઈ તેના જ હથિયારથી જનોઈવટ ઘા માર્યો છે તેમ કહી શકાય. અખિલેશ જાે ઉંઘતા ન હોત તો ડેમેજ કન્ટ્રોલ કેટલું કરી શકત તે પણ સવાલ છે. બસપાના સુપ્રિમો માયાવતી ઘણી બેઠકો જીત્યા પણ ચેરમેનની ચૂંટણીથી દૂર રહ્યા તે બાબત પણ ત્યાં યોગી આદિત્યનાથના ફાયદામાં રહી છે તેવું સહેલાઈથી કહી શકાય.

જાે કે આ પરિણામ અંગે ભાજપના નેતાઓ અને તેના ભક્તો યુપી વિધાનસભાની ચંટણીનું રિહર્સલ કહી શકે. બાકી તટસ્થ વિશ્લેષકો આવું ન કહે. કોંગ્રેસ તો યુપીમાં કોઈ ચિત્રમાં નથી. એટલે તેઓ કાંઈ કહી શકે તેવી સ્થિતિમાં છે જ નહિ તે વાતની નોંધ તો લેવી જ પડે તેમ છે.

વિવાદિત નિવેદન / BJP નેતાઓની બહેનો અને દિકરીઓના લગ્ન મુસ્લિમોના ઘરોમાં થયા છે, DNA સમાન હોય જ : ઓમપ્રકાશ રાજભર