Movie Masala/ બચ્ચન પાંડે ફ્લોપ થતાં અક્ષય કુમારનું છલકાયું  દુઃખ, કહ્યું- કાશ્મીર ફાઇલ્સે મારી ફિલ્મને…

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 90ના દાયકામાં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને હિન્દુઓના નરસંહારની વાર્તા પર આધારિત છે અને બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવી રહી છે.

Trending Entertainment
બચ્ચન પાંડે

11 માર્ચ, 2022 ના રોજ રિલીઝ થયેલી વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 90ના દાયકામાં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને હિન્દુઓના નરસંહારની વાર્તા પર આધારિત છે અને બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મની સામે પ્રભાસ જેવા સુપરસ્ટારની રાધે શ્યામ અને અક્ષય કુમાર જેવા કલાકારોની ખૂબ રાહ જોવાતી ફિલ્મ બચ્ચન પાંડે પણ ટકી શકી નથી.

આ ફિલ્મ કમાણીના મામલામાં ઝડપથી આગળ વધી રહી છે અને અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ તોડી ચૂકી છે. આ ફિલ્મ કોરોના મહામારી દરમિયાન 200 કરોડ રૂપિયાની કમાણી કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની છે. ત્રીજા શુક્રવારે એટલે કે 25 માર્ચે, કાશ્મીર ફાઇલ્સે 4.50 કરોડની કમાણી કરી હતી અને તેની કુલ કમાણી 211.83 કરોડ સુધી પહોંચી હતી. વિવેક અગ્નિહોત્રી અને ફિલ્મની આખી ટીમ પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મની સોશિયલ મીડિયા પર સતત ચર્ચા થઈ રહી છે, જેના કારણે સારી સંખ્યામાં દર્શકો થિયેટરોમાં પહોંચી રહ્યા છે.

આ ફિલ્મમાં વિવેક અગ્નિહોત્રીએ બતાવ્યું છે કે કેવી રીતે મજબૂત અને શક્તિશાળી વહીવટ અને સરકાર હોવા છતાં, કાશ્મીરી પંડિતો અને હિંદુઓને તેમના વતન કાશ્મીરમાંથી ભાગવું પડ્યું. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ તેની રિલીઝના સમયથી જ તેની શરૂઆતથી જ સમાચારોમાં છે. અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ 18 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેણે આ ફિલ્મનું જબરદસ્ત પ્રમોશન કર્યું હતું. આમ છતાં આ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને ટક્કર આપી શકી નથી અને ખરાબ રીતે પાછડાઈ છે.

શું કહ્યું અક્ષય કુમારે?

હવે પોતાની ફિલ્મની સફળતા પર અક્ષય કુમારે કહ્યું કે વિવેક અગ્નિહોત્રીએ તેની ફિલ્મને બરબાદ કરી દીધી છે. વિવેકજીએ કાશ્મીર ફાઇલ્સ બનાવીને આપણા દેશનું એક ખૂબ જ દર્દનાક સત્ય રજૂ કર્યું છે. આ ફિલ્મ એક ભેંટ બનીને આવી છે. આને મારી ફિલ્મને ડૂબાડી દીધી.

આ પણ વાંચો :ધ કાશ્મીર ફાઇલ્સને યુટ્યુબ પર મૂકો, કેજરીવાલના નિવેદન પર અનુપમ ખેરે આપ્યો જડબાતોડ જવાબ

આ પણ વાંચો : મીના કુમારીની બાયોપિક માટે કૃતિ સેનનનું નામ આવ્યું સામે, ટૂંક સમયમાં બોક્સ ઓફિસ પર થશે ધમાકેદાર બ્લાસ્ટ

આ પણ વાંચો :દર્શકોને માત્ર RRRનો પહેલો ભાગ જ બતાવવામાં આવ્યો,જાણો શું હતું તેનું કારણ 

આ પણ વાંચો :BMC કમિશનરના પિતરાઈ ભાઈએ સોનુ નિગમને આપી ધમકી, BJP ના ધારાસભ્યનો દાવો