Bollywood/ આલિયા ભટ્ટ પર પેંડમિક એક્ટ હેઠળ થઇ શકે છે કાર્યવાહી, દિલ્હી જઈને તોડ્યા નિયમ

આલિયા બુધવારે દિલ્હીમાં તેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના મોશન પોસ્ટર લોન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી. તેની સાથે રણબીર કપૂર અને અયાન મુખર્જી પણ હતા.

Trending Entertainment
આલિયા

મહારાષ્ટ્રમાં, ખાસ કરીને મુંબઈમાં કોવિડ-19 ચેપના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આવા 32 દર્દીઓ મળી આવ્યા છે જેઓ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે, જ્યારે બોલિવૂડમાં પણ કરીના કપૂરથી લઈને શનાયા કપૂર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આલિયા ભટ્ટ હવે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMCના નિશાના પર છે. BMCએ અભિનેત્રી પર કોવિડ-19 માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો :મહિપ કપૂર બાદ દીકરી શનાયા કપૂર થઈ કોરોના પોઝિટિવ, સો. મીડિયા પર આપી માહિતી

આલિયા બુધવારે દિલ્હીમાં તેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના મોશન પોસ્ટર લોન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી. તેની સાથે રણબીર કપૂર અને અયાન મુખર્જી પણ હતા. હવે આ ત્રણેયને મુંબઈમાં 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાની સૂચના આપી શકાય છે.

આલિયા ભટ્ટ ગુરુવારે મુંબઈ પરત ફરી હતી. જ્યારે રણબીર કપૂર અને અયાન મુખર્જી હાલ પોતાના ઘરે પરત ફર્યા નથી. BMC સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ સ્ટાર્સ સામે મહામારી એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આલિયા ભટ્ટનો RT-PCR રિપોર્ટ ભલે નેગેટિવ આવ્યો હોય, પરંતુ BMCના નિયમો અનુસાર તે ‘હાઈ રિસ્ક’ કોન્ટેક્ટ છે. આવી સ્થિતિમાં, તેઓએ 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :Audi A8L ની માલકિન બની કિયારા અડવાણી, જાણો કેટલી છે કારની કિંમત 

BMC હાલ મામલાની તપાસ કરી રહી છે. આલિયાને હજુ સુધી કોઈ નોટિસ મોકલવામાં આવી નથી. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી જે રીતે સેલિબ્રિટીઓમાં કોરોનાનું જોખમ વધ્યું છે તે જોતા મહાનગરપાલિકા પણ ચિંતિત છે. માત્ર બે દિવસમાં કરીના કપૂર, અમૃતા અરોરા, સંજય કપૂરની પત્ની મહિપ કપૂર અને તેમની દીકરી શનાયા કપૂર, સોહેલ ખાનની પત્ની સીમા ખાન અને તેમનો નાનો દીકરો યોહાન, તમામ 6 લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :આ સીરિયલમાં જોવા મળી ચૂકી છે મિસ યુનિવર્સ હરનાઝ સંધુ, જણાવી હતી પાસ્તા બનાવવાની રેસીપી

કરીના કપૂરની સાથે BMCએ મહિપ કપૂરના ઘરને પણ સીલ કરી દીધું છે. આ તમામ સેલિબ્રિટીઓ ગયા અઠવાડિયે કરણ જોહરના ઘરે પાર્ટી કરવા પહોંચી હતી. BMCએ પાર્ટીના મહેમાનો અને સેલિબ્રિટીના સ્ટાફ સહિત 40 લોકોનો RTPCR ટેસ્ટ કરાવ્યો છે. કરણ જોહર અને મલાઈકા અરોરાનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કરણ જોહરના ઘરને પણ સેનિટાઈઝ કરવામાં આવ્યું છે.

બુધવારે કરણ જોહરે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી કરવાને કારણે આ ચેપ ફેલાયો છે. આના પર કરણે કહ્યું, ‘જ્યારે 8 લોકો મળે છે, તેને પાર્ટી ન કહેવાય. મારું ઘર કોવિડ હોટસ્પોટ નથી. BMCએ કરણ જોહરની માતા હીરૂ જોહરને પણ RT-PCR કરાવ્યું છે. બીજી તરફ, કરીના કપૂરના ઘરે કામ કરતી નોકરાણી પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : સોહેલ ખાનનો નાના દીકરા કોરોના પોઝિટિવ, મોટા દીકરો માસ્ક વિના ઈબ્રાહિમ ઈવેન્ટમાં આપી હાજરી  

આ પણ વાંચો :નજીકના સમયમાં જ આવી રહી છે પ્રતિક ગાંધીની આગામી બોલીવુડ ફિલ્મ, એક્ટ્રેસે શેર કરી સુંદર તસવીર