Not Set/ KBC : એવું તો શું પૂછ્યું અમિતાભ બચ્ચને કે વિરાટના મામલે અનુષ્કા શર્મા શરમાઈ ગઈ !

મુંબઈ, કૌન બનેગા કરોડપતિમાં શુક્રવારના એપિસોડમાં એક્ટ્રેસ અનુષ્કા શર્માએ સમાજસેવિકા સુધા વર્ગીસની સાથે ગેમ રમી હતી. આ દરમ્યાન અમિતાભ બચ્ચને અનુષ્કા શર્માને તેના પતિ વિરાટ કોહલી દ્વારા સ્ટેડીયમમાં ફ્લાઈંગ કિસ દ્વારા મજાક કરી હતી. આ વાત પર અનુષ્કા શરમાઈ ગઈ હતી. જયારે અમિતાભે સુધા વર્ગીસને પૂછ્યું કે શું તેઓ ક્રિકેટ જોવે છે તો તેમણે ના […]

Sports Entertainment
ghgh KBC : એવું તો શું પૂછ્યું અમિતાભ બચ્ચને કે વિરાટના મામલે અનુષ્કા શર્મા શરમાઈ ગઈ !

મુંબઈ,

કૌન બનેગા કરોડપતિમાં શુક્રવારના એપિસોડમાં એક્ટ્રેસ અનુષ્કા શર્માએ સમાજસેવિકા સુધા વર્ગીસની સાથે ગેમ રમી હતી. આ દરમ્યાન અમિતાભ બચ્ચને અનુષ્કા શર્માને તેના પતિ વિરાટ કોહલી દ્વારા સ્ટેડીયમમાં ફ્લાઈંગ કિસ દ્વારા મજાક કરી હતી. આ વાત પર અનુષ્કા શરમાઈ ગઈ હતી.

Image result for anushka in kbc

જયારે અમિતાભે સુધા વર્ગીસને પૂછ્યું કે શું તેઓ ક્રિકેટ જોવે છે તો તેમણે ના પડી દીધી હતી. આગળ અમિતાભે કહ્યું હતું કે અનુષ્કા તો ક્રિકેટ જોવે છે. આ વાત પર સુધાએ કહ્યું હતું કે અનુષ્કાના પતિ ક્રિકેટ રમે છે એટલે તેઓ જોવે છે. ત્યારબાદ અમિતાભે આ પ્રશ્ન અનુષ્કાને પૂછ્યો હતો કે શું  તેઓ ક્રિકેટ એટલા માટે જ જોવે છે ?

અનુષ્કાએ પોતાની વાત બદલતા કહ્યું કે, તે માત્ર તેના પતિ માટે નહિ પરંતુ દેશ માટે પણ ક્રિકેટ જોવે છે.

Image result for flying kiss of virat to anushka

Image result for flying kiss of virat to anushka

અમિતાભને ત્યારે અનુષ્કાની મસ્તી કરવાનો મોકો મળી ગયો અને પૂછ્યું કે ટીવી પર આવે છે તે બધું તે જોવે છે. ત્યારબાદ અમિતાભે અનુષ્કાને ફ્લાઈંગ કિસનો ઈશારો કરીને વિરાટ દ્વારા ક્રિકેટ દરમ્યાન અપાતી ફ્લાઈંગ કિસની વાત જણાવી અને આટલું સાંભળતા અનુષ્કા શર્મા શરમાઈ ગઈ હતી.