મેઘો મુશળધાર/ જામનગર ના કાલાવાડ અને ગ્રામ્યપંથકોમાં આભ ફાટતા અલિયાબાડા અને બાંગા ગામ બેટમાં ફેરવાયા

સૌરાષ્ટ્ર માં  છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે . તેવામાં પણ  રાજકોટ અને  જામનગર માં  સવારથી જ   ભારે વરસાદ ને પગલે  જિલ્લામાં  વહીવટી તંત્ર સજ્જ થયું છે. ભારે વરસાદને પગલે જામનગર જીલ્લામાં બે રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં 1 એનડીઆરએફની ટીમ અને 1 એનડીઆરએફની ટીમ જામનગર માટે રવાના કરવામાં આવી […]

Gujarat Others
Untitled 136 જામનગર ના કાલાવાડ અને ગ્રામ્યપંથકોમાં આભ ફાટતા અલિયાબાડા અને બાંગા ગામ બેટમાં ફેરવાયા

સૌરાષ્ટ્ર માં  છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે . તેવામાં પણ  રાજકોટ અને  જામનગર માં  સવારથી જ   ભારે વરસાદ ને પગલે  જિલ્લામાં  વહીવટી તંત્ર સજ્જ થયું છે. ભારે વરસાદને પગલે જામનગર જીલ્લામાં બે રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં 1 એનડીઆરએફની ટીમ અને 1 એનડીઆરએફની ટીમ જામનગર માટે રવાના કરવામાં આવી છે . એનડીઆરએફની એક ટીમ કાલાવડ અને જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં જશે. જયારે ફાયરની રેસ્ક્યુ ટીમ અલિયાબાડામાં તૈનાત કરાઈ છે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર યથાવત, મહિલા પર લાકડીનો કર્યો વરસાદ, Video

જામનગરમાં વરસાદને પગલે વિજરખી ડેમમાં નવા નીરની આવક થઇ છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં જામનગર-કાલાવડ હાઈ-વે બંધ થયો છે. કોઝ-વે પરથી 4 ફૂટથી વધુ પાણીનું વહેણ હોવાથી વાહનવ્યહાર બંધ કરાયો છે.જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. જામનગર રણજીતસાગર જવાના રસ્તા પર ઈવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝવે પર 4 ફુટથી વધુ પાણીનો વહેણ વહી રહ્યું છે. જેને કારણે વાહન વ્યવહારને અસર થઇ રહી.

આ પણ વાંચો :ગુજરાતના નવા નાથ બન્યા ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી કરાયું નામ

જામનગર નજીકનું અલિયાબાડા ગામ બેટમાં ફેરવાયું છે. અલિયાબાડા ગામ બેટમાં ફેરવાતા ફાયરની ટિમ તૈનાત કરાઈ છે. ફાયરની ટીમે 25 લોકોનું રેસ્ક્યુ કર્યુ છે. હજુ પણ સ્થિતિ સ્ફોટક, વધુ રેસ્ક્યુ કરવાની તાતી જરૂરીયાત છે. એરફોર્સના હેલીકોપ્ટરની મદદ લેવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.મનગરના કાલાવડ તાલુકાનુ બાંગા ગામ પણ બેટમાં ફેરવાયું છે. બાંગા ગામના અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે. પાણીમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવાયા છે. ભારતીય હવાઇ દળનું હેલિકોપ્ટર કામે લાગ્યું છે