ગુજરાત/ ભારે વરસાદનાં કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ કરાઇ રદ

હવે ક્યારે પરીક્ષા યોજાશે તેની તારીખ પછી જાહેર કરવામાં આવશે.

Top Stories Gujarat Rajkot
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

રાજ્યભરમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસી રહ્યો છે. ચારેતરફ પાણી પાણી થઈ રહ્યું છે. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે તો કેટલાક તાલુકા પાણીમાં ગરકાવ થયા છે અને શહરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે ત્યારે જનજીવન મુશ્કેલ બન્યું છે ત્યારે સ્કૂલ કોલેજો બંધ કરવાની જાહેરાત થઈ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનામાં રાખીને તમામ પરીક્ષાઓ હાલ પૂરતી રદ કરવામાં આવી છે. સતત થઈ રહેલી હવામાન વિભાગ દ્રારા ભારે વરસાદની આગાહી અને રાજ્યભરમાં પડી રહેલા  વરસાદના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનું મુશ્કેલ બને, જે વિદ્યાર્થીઓ ગામડેથી આવતા હોય તેને પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે એ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલ તમામ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે.   હવે ક્યારે પરીક્ષા યોજાશે તેની તારીખ પછી જાહેર કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં આ નિર્ણયથી વાલી અને વિદ્યાર્થીઓએ રાહતનો  શ્વાસ લીધો છે.

આ પણ વાંચો : હવે ગમે એટલી મોટી ગણેશ મૂર્તિની સ્થાપના કરી શકો છો : જાણો રાજ્ય સરકારે ક્યાં નિયંત્રણ દૂર કર્યા…