ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટીમાં ધરખમ ફેરફાર કરવાના એંધાણ જોવાઇ રહ્યા છે, દોઢ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી વંચિત છે.કોંગ્રેસના આંતરિક વિખવાદને લઇને અનેકવાર સમાચાર સામે આવતાં હોય છે ,કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન કરીને ચૂંટણી જીતવાની રણનીતિ હાઇકામાન્ડે અપનાવી છે. રાજ્યમાં હાઇકમાન્ડના આદેશથી કોંગ્રેસે ગુપ્ત સર્વે કરાવ્યો છે.
ગુજરાત કોંગ્રેસને જણાવ્યા વગર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ ગુજરાતમાં ગુપ્ત રીતે એક સર્વે કરાવ્યો હતો જેેનાથી અહીના કોંગ્રેસના દિગ્ગજ નેતા પણ હતપ્રત થઇ ગયા હતાં ,આ સર્વે કરવામાં આઠ ટીમ કાર્યરત હતી તેમના સર્વેના આધારે ચોકાવનાર તારણો બહાર આવ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં જૂના નેતાઓની બાદબાકી થવાની પ્રબળ શક્યતા છે. તેમના સ્થાન પર નવા ચહેરાઓને કમાન સોંપવામાં આવશે.
આ સર્વેના આધારે એક વાત સ્પષ્ટ થઇ છે કે ગુજરાતમાં લોંબી સિસ્ટમ ખતમ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, હાલ કોંગેસે કરાવેલા સર્વેમાં અનેક ચોકાવનારી બાબતો સામે આવી છે.આ સર્વેમાં એવી રજૂઆત કરવામાં આવી છે તે જૂના ચહેરાઓને આગળ નહી કરવા અને નવા પ્રતિભાશાળી નેતાઓને કમાન સોંપવામાં આવે. વિધાનસબાની આગામી ચૂંચણીનાં નો રિપીટ થીયરી આવી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં કોંગ્રેસ સંગઠન મજબૂત કરવાની વાત પણ કરવામાં આવી છે્.
ગુજરાત કોંગેરેસને અંધારામાં રાખીને હાઇકમાન્ડે આ સર્વે કરાવ્યો છે જેના લીધે રાજ્ય કોંગેસ પણ ચોંકી ગયું છે. આ ગુપ્ત સર્વેથી કોંગ્રેસના તમામ નબળા પાસા સામે આવ્યા છે જેના લીધે આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફાર થાય તો નવાઇ નહી, આ સાથે ના નેતૃત્વમા પણ પરિવર્તન કરી શકે છે અને જ્ઞાતિ સમીકરણને પમ પ્રાધાન્ય આપવામાં આવશે. રાજ્યની યુથ કોંગ્રેસ અને મહિલા વિંગને પણ મજબૂત કરવાના ઇનપુટ મળી રહ્યા છે. જે લોકોની છબી સાફ હશે તેમને ચૂંટણીમાં ઉતારવાની વાત સર્વેમાં કરવામાં આવી છે.
