બેઠક/ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર મામલે આજે ઉદ્વવ સરકારની સર્વદલીય બેઠક,રાજ ઠાકરે સામેલ નહીં થાય

ઉદ્ધવ સરકારે ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર સંબંધિત માર્ગદર્શિકા નક્કી કરવા માટે તમામ પક્ષોની બેઠક બોલાવી છે. લગભગ તમામ પક્ષોએ આ બેઠકમાં હાજરી આપવા માટે તેમની સંમતિ આપી દીધી છે

Top Stories India
7 35 મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર મામલે આજે ઉદ્વવ સરકારની સર્વદલીય બેઠક,રાજ ઠાકરે સામેલ નહીં થાય

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરને લઇને વિવાદ વધુ પેચીદો બન્યો છે, ત્યાં આજે ઉદ્વવ ઠાકરે સરકારે આજે સર્વદલીય બેઠક બોલાવી છે,આ વિવાદ હાલ સમગ્ર દેશમાં ફેલાઇ ગયો છે,મહારાષ્ટ્રમાં મનસેના રાજ ઠાકરે લાઉડસ્પીકર મામલે સરકારને એલ્ટીમેટલ આપી છે. તેના લીધે આ મામલાએ તૂલ પકડી છે,  મહારાષ્ટ્ર સરકારે ભૂતકાળમાં લાઉડસ્પીકરોને લઈને કેટલાક નવા નિયમો બનાવ્યા હતા, પરંતુ આ વિવાદ હજુ પૂરો થતો જણાતો નથી. આ વિવાદ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેના લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને પણ ફરી એકવાર ઉજાગર કરી રહ્યો છે. આજે ઉદ્ધવ સરકારે ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર સંબંધિત માર્ગદર્શિકા નક્કી કરવા માટે તમામ પક્ષોની બેઠક બોલાવી છે. લગભગ તમામ પક્ષોએ આ બેઠકમાં હાજરી આપવા માટે તેમની સંમતિ આપી દીધી છે, પરંતુ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે આ બેઠકમાં હાજરી આપશે નહીં.

આ બેઠક અંગે અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે મુજબ આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજરી આપશે, જ્યારે MNS તરફથી નંદગાંવકર અને સંદીપ દેશપાંડે આ બેઠકમાં સામેલ થવાના અહેવાલ છે. આ સિવાય અન્ય કેટલીક નાની પાર્ટીઓના નેતાઓ પણ ત્યાં હાજર રહેશે.

વાસ્તવમાં મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરનો વિવાદ આ મહિને રાજ ઠાકરેએ શરૂ કર્યો હતો. તેમણે લગભગ 14 દિવસ પહેલા તેમની પાર્ટીના એક કાર્યક્રમમાં ઉદ્ધવ સરકારને કહ્યું હતું કે રાજ્યમાં હાજર તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા જોઈએ. જો રાજ્ય સરકાર આ કામ નહીં કરે તો તે પોતે જ લાઉડસ્પીકર હટાવીને મસ્જિદોની સામે હનુમાન ચાલીસા વગાડશે. લગભગ 10 દિવસ પછી રાજ ઠાકરે ફરી આ મુદ્દે બોલ્યા અને તેમણે દેશના હિંદુઓને એક થવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે જો 3 મે સુધીમાં તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો તે પોતે જ તેને હટાવવાનું શરૂ કરી દેશે. તે કોઈ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ જો કોઈ કાયદો તોડે તો તે સ્વીકાર્ય નથી.