Gandhinagar News/ પોલીસની આંતરજિલ્લા બદલીની બધી સત્તા રાજ્યના પોલીસ વડા પાસે

ગુજરાત પોલીસ બેડાના સૌથી મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસની આંતરજિલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી છે. આમ આંતરજિલ્લા માટેની બધી બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 2024 06 12T115302.634 પોલીસની આંતરજિલ્લા બદલીની બધી સત્તા રાજ્યના પોલીસ વડા પાસે

Gandhinagar News: ગુજરાત પોલીસ બેડાના સૌથી મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસની આંતરજિલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી છે. આમ આંતરજિલ્લા માટેની બધી બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે. આ પહેલાં એક જ રેન્જમાં આંતરિક બદલીઓ રેન્જ આઇજીને સોંપાઈ હતી, જેમા અત્યારે ફેરફાર કરવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓને લઈને ડીજીપી વિકાસ સહાયે આ મહત્વનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે પોલીસની આંતરજિલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપાઈ છે. આંતરજિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ રહેશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ એક જ રેન્જમાં આંતરિક બદલીઓ અગાઉ રેન્જ આઇજીને સોંપાઈ હતી. બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્ર રદ રદ થયા છે. આ સંદર્ભમાં પોલીસ કમિશ્નરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇજી સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હમણા થોડા સમય પહેલાં જ લોકસભા ચૂંટણી પૂરી થતાં ગુજરાતના પોલીસ વિભાગમાં બદલીનો દોર જોવા મળ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. તેમા આઠ બિનહથિયારધારી પીઆઈની બદલી કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે. તેમા અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એસ આર મુછાળની સાંતેજ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. દહેગામ પોલીસ સ્ટેશનનના પીઆઈ બીબી ગોયલની સેક્ટર 7 પોલીસ સ્ટેશન, સેક્ટર 7 પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી. ચૌહાણની ટ્રાફિક પોલીસ સ્ટેશન, સેક્ટર 7ના પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ.દેસાઇ સચિવાલય સંકુલમાં બદલી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગોધરા ખાતે જિલ્લાના 102 ક્લસ્ટરના ફાર્મર માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઈ

આ પણ વાંચો: ગોધરા તાલુકાના નદીસર ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

આ પણ વાંચો: ગરમી વચ્ચે રાહતના સમાચાર, ગુજરાતમાં ચોમાસાનું આગમન, હવામાન વિભાગે 5 દિવસના વરસાદનું એલર્ટ જાહેર કર્યું

આ પણ વાંચો: દ્વારકા લાલપુર હાઇવે રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત