Surat News: સુરત (Surat) રેલ્વે સ્ટેશનને (Railway Station) આધુનિક બનાવવાની કામગીરી ચાલી રહી છે. પ્લેટફોર્મ 2, 3 પર કોન્કોર્સ વર્કને લંબાવવા 60 દિવસ એટલે કો બે મહિના પ્લેટફોર્મ બંધ રાખવામાં આવશે. લોકોને સરળતા રહે તેથી રેલ્વે તંત્રએ QR કોડ પણ જાહેર કર્યા છે.
8 જાન્યુઆરીથી પ્લેટફોર્મ બંધ કરવામાં આવશે. પ્લેટફોર્મ બંધ રહેતા બધી ટ્રેનો ઉધના સ્ટેેશનથી દોડશે, 201 ટ્રેનો દોડાવવામાં આવશે. વડોદરા જતી ટ્રેનો પણ ઉધના થઈ દોડાવવામાં આવશે. અન્ય 164 ટ્રેનો પ્લેટફોર્મ 1 અને 4 પરથી દોડશે. વંદેભારત, રાજધાની, તેજસ, શતાબ્દી, અવધ જેવી 62 ટ્રેનો પ્લેટફોર્મ 1, 4 પરથી દોડશે. પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને ઉધના સ્ટેશનના વિવિધ એરિયામાં QR કોર્ડ સ્કેનર મૂકી દેવામાં આવ્યા છે. જેથી કોઇપણ મુસાફરને સમસ્યા સર્જાઈ તો તે સ્કેન કરવાથી તમામ માહિતી મળી જશે.

આ સાથે જ મુસાફર ટ્રેનની ટિકિટ બુક કરાવશે ત્યારે જ તેને SMS દ્વારા તેઓને સ્ટેશન તેમજ પ્લેટફોર્મ અંગેની માહિતી મળી જશે. જેથી મુસાફરોને હાલાકી વેઠવી પડશે નહીં. તેમજ સુરત, ઉધના, ભેસ્તાન, નવસારી સહિત વલસાડ સુધીના સ્ટેશન પર હેલ્પ ડેસ્ક અને સોશિયલ મીડિયાના એટલે કે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને X સહિતના પ્લેટફોર્મ પર પ્રચાર-પસાર કરવામાં આવશે. તેમજ બેનર અને પોસ્ટર પણ લગાવવામાં આવશે.
સુરત ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SITCO) દ્વારા સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તે ભારતીય રેલ્વે અને ગુજરાત સરકાર વચ્ચે રચાયેલ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) છે. સ્ટેશનના પુનઃવિકાસ પર અંદાજે 980 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેને ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સુરત સ્ટેશનને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે જે એક છત નીચે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રેલવે, GSRTC સિટી બસ ટર્મિનલ સ્ટેશન, સુરત BRTS/સિટી બસ સ્ટેશન, મેટ્રો વગેરેને એકીકૃત કરશે.
સુરત સ્ટેશનના ચાલી રહેલા સ્ટેશન રિડેવલપમેન્ટના કામ (ફેઝ-2)ના સંદર્ભમાં પ્લેટફોર્મ નંબર 4 પર કોન્કોર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર કામ શરૂ કરવા માટે 8 જાન્યુઆરી 2025થી બ્લોક શરૂ કરવામાં આવશે. આને ધ્યાનમાં રાખીને, સુરત રેલ્વે સ્ટેશનથી ઉપડતી કે ટર્મિનેટ થતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને હંગામી ધોરણે ઉધના સ્ટેશન પર ખસેડવામાં આવી રહ્યા છે. કેટલીક MEMU/પેસેન્જર ટ્રેનો પણ ઉધના, ભેસ્તાન અને નવસારી સ્ટેશનોથી ટૂંકી ઉપડશે.
આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે
આ પણ વાંચો:સુરત ઉધના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ બેસી ગયું
આ પણ વાંચો:રત કોર્પોરેશન દ્વારા રેલ્વે સ્ટેશન સહિત અનેક સ્થળોએ કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું
