Not Set/ હાઇકોર્ટમાં 45 લોકો આવ્યા કોરોના પોઝિટિવ, HC સહિત રાજ્યની તમામ કોર્ટ ઓનલાઈન કાર્યવાહી કરશે

રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદ શહેરમાં નોંધાઇ રહ્યા છે. શહેરમાં વધતા કેસને લઈને હવે હાઇકોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, સોમવારથી હાઇકોર્ટની તમામ કાર્યવાહી Virtually કરવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat
હાઈકોર્ટ કોરોના

રાજ્યમાં સતત કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વધતા કેસ બીજી લહેરની જેમ હવે ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેમ છે. સતત વધતા કેસનાં કારણે હવે પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે, લોકો હવે વર્ક ફ્રોમ હોમ કરવા મજબૂર બન્યા છે. જેમા હવે હાઈકોર્ટનો પણ સમાવેશ થઇ ગયો છે. જાણીને નવાઇ લાગશે પણ હાઈકોર્ટમાં 45 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

આ પણ વાંચો –  ઠંડીનો ચમકારો / રાજ્યમાં આગામી દિવસમાં કાતિલ ઠંડીની આગાહી, ઉત્તર ભારતમાં હિમવર્ષાનાં કારણે વધશે ઠંડી

રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદ શહેરમાં નોંધાઇ રહ્યા છે. શહેરમાં વધતા કેસને લઈને હવે હાઇકોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, સોમવારથી હાઇકોર્ટની તમામ કાર્યવાહી Virtually કરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટમાં કોવિડનાં કેસને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી SOP નું પણ ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવશે. ત્યારે બધા કેસને લઈને હવે રાજ્યની તમામ કોર્ટ હવે Virtually કાર્ય કરશે જેમાં દરેક કેસની માત્ર ઓનલાઇન સુનાવણી કરવામાં આવશે, જેમાં રિમાન્ડ માટે કોર્ટ પરિસરની નીચે આરોપીને રાખવામાં આવશે. જેમાં કોર્ટમાં માત્ર જજ અને કોર્ટ સિવાય કોઈને પણ પરવાનગી નહીં આપવામાં આવે. મહત્વનું એ છે કે, ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાનો ફરીથી રાફડો જોવા મળી રહ્યો છે, ત્યારે હાઇકોર્ટનાં કર્મચારીઓમાં RT-PCR ટેસ્ટમાં 45 કર્મચારીઓ એક સાથે કોરોના પોઝિટિવ આવતા કોર્ટ દ્વારા આ નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે જે રીતે હાઇકોર્ટ દ્વારા વારંવાર ટકોર કરવામાં આવતી હોય છે કે દરેક વ્યક્તિ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે પરંતુ પોતાના જ પરિસરમાં આટલા બધા કેસ આવ્યા તે એક આશ્ચર્યજનક વાત છે, જેથી હાલ તો હાઇકોર્ટમાં ઓનલાઇન કાર્યવાહી અચોક્કસ મુદત સુધી ચાલનાર છે, ત્યારે રાજ્યની તમામ કોર્ટ પણ ઓનલાઇન જ કાર્યવાહી કરશે.

આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજ્યમાં આગામી દિવસમાં કાતિલ ઠંડીની આગાહી, ઉત્તર ભારતમાં હિમવર્ષાનાં કારણે વધશે ઠંડી

ઉલ્લેખનીય છે કે, દેશમાં પણ હવે કોરોનાનાં કેસમાં ખૂબ જ વધારો થયો છે. આજે દેશમાં 1,41,986 કોરોનાનાં કેસ નોંધાયા છે. 7 મહિના બાદ સતત બીજા દિવસે 1 લાખથી વધુ નવા કેસ મળી આવ્યા છે. શુક્રવારે મોડી રાત્રે, 1,41,525 નવા કેસ મળી આવ્યા હતા, જ્યારે બે નાના રાજ્યોનાં ડેટા આવવાના બાકી હતા. આ પહેલા શુક્રવારે 1 લાખ 17 હજાર નવા કેસ નોંધાયા હતા. 28 ડિસેમ્બરથી કેસ સતત વધી રહ્યા છે. આ 11 દિવસમાં દરરોજ 20 ટકા વધુ નવા કેસ જોવા મળ્યા છે. આટલું જ નહીં, આમાંથી 4 દિવસો એવા હતા જ્યારે કોરોનાનાં નવા કેસોની વૃદ્ધિ 40 ટકાથી વધુ હતી. આ સિવાય બે દિવસ એવા છે જ્યારે નવા કેસની સંખ્યા ગઈકાલની સરખામણીમાં 55 ટકા વધુ હતી.