T20 World Cup/ ભારત-પાકિસ્તાન મેચની તમામ ટિકિટો થઇ ગઇ Sale

ઓસ્ટ્રેલિયામાં 2022નાં અંતમાં યોજાનારી T20 વર્લ્ડ કપની 2,00,000 ટિકિટો વેચાઈ ચૂકી છે. જેમાંથી 60,000 ટિકિટ માત્ર ભારત અને પાકિસ્તાનની મેચની છે જે હાઉસફુલ થઈ ગઈ છે.

Sports
11 72 ભારત-પાકિસ્તાન મેચની તમામ ટિકિટો થઇ ગઇ Sale

ઓસ્ટ્રેલિયામાં 2022નાં અંતમાં યોજાનારી T20 વર્લ્ડ કપની 2,00,000 ટિકિટો વેચાઈ ચૂકી છે. જેમાંથી 60,000 ટિકિટ માત્ર ભારત અને પાકિસ્તાનની મેચની છે જે હાઉસફુલ થઈ ગઈ છે.

આ પણ વાંચો – IND VS WI / સુનીલ ગાવાસ્કરે DRS ને Dhoni Review System થી બદલી આપ્યું આ નવુ નામ

ભારત અને કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચો ઉપરાંત T20 વર્લ્ડ કપની ફાઈનલ અને ઓસ્ટ્રેલિયાની ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામેની ગ્રુપ મેચોની ટિકિટ પણ ટોચની પાંચ મેચોમાં સામેલ છે. અત્યાર સુધીમાં 2,00,000 થી વધુ પ્રી-સેલ ટિકિટો વેચાઈ ચુકી છે. આગામી ICC T20 વર્લ્ડ કપનાં બોર્ડનો ભાગ રહેલા જેમ્સ સધરલેન્ડે જણાવ્યું હતું કે, આ એક ઉદાહરણ છે કે ઓસ્ટ્રેલિયાએ નોવાક જોકોવિચની સ્થિતિને પહોંચી વળવા માટે દેશને મળેલા નકારાત્મક દબાણ છતા એક મહામારીની વચ્ચે રમતનું આયોજનોને સમાવવાનો એક માર્ગ શોધવામાં આવ્યો છે. તેમણે કહ્યુ, “મને તેના વિશે કોઈ શંકા નથી, ઓસ્ટ્રેલિયા માટે, એક દેશ તરીકે, જે મોટા કાર્યક્રમોનું આયોજન કરે છે, અમારી પ્રતિષ્ઠા ખરેખર મજબૂત રહેશે,” સધરલેન્ડે કહ્યું, “આ વર્ષે ઑસ્ટ્રેલિયામાં કદાચ સૌથી મોટી ઇવેન્ટ ઑક્ટોબર અને નવેમ્બરમાં T20 વર્લ્ડ કપ છે, અને હું જાણું છું કે તેના માટે ટિકિટનું વેચાણ એકદમ ઉત્તમ છે.”

આ પણ વાંચો – IND VS WI / વિરાટની ખરાબ બેટિંગથી ભારતનાં ભૂતપૂર્વ કેપ્ટન થયા ગુસ્સે, આપી આ ચેતવણી

તેમણે કહ્યું, “યુએઈમાં ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત બાદ, આ ટૂર્નામેન્ટ બહુ જલ્દી આવી રહી છે, તેના વિશે ઘણી અપેક્ષાઓ હશે. મને નથી લાગતું કે ઓસ્ટ્રેલિયન ઓપનની કોઈ અસર થશે.” યાદ કરો કે ઓસ્ટ્રેલિયન સરકારે ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા આવેલા સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચને વિઝા દસ્તાવેજોનાં અભાવે દેશમાંથી કાઢી મૂક્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયાને જોકોવિચનાં ચાહકોની ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.