IND VS WI/ પ્રથમ મેચમાં જીત મેળવ્યા બાદ પણ ખુશ નથી કેપ્ટન રોહિત

ટીમ ઈન્ડિયાએ રવિવારે રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને વર્ષ 2022ની પ્રથમ જીત નોંધાવી હતી. કેપ્ટન રોહિત શર્માનાં નેતૃત્વમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન આ જીતથી ખુશ નથી.

Sports
1 2022 02 07T073029.975 પ્રથમ મેચમાં જીત મેળવ્યા બાદ પણ ખુશ નથી કેપ્ટન રોહિત

ટીમ ઈન્ડિયાએ રવિવારે રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને વર્ષ 2022ની પ્રથમ જીત નોંધાવી હતી. કેપ્ટન રોહિત શર્માનાં નેતૃત્વમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન આ જીતથી ખુશ નથી. મેચ પૂરી થયા બાદ રોહિત શર્માએ કહ્યું કે અમે આનાથી પણ વધુ સારું કરી શકીએ છીએ, સાથે જ અમે તેમના બેટિંગ ઓર્ડર પર દબાણ પણ બનાવી શક્યા હોત.

આ પણ વાંચો – IND VS WI / અમદાવાદ વન ડેમાં ટીમ ઈન્ડિયાની જીત, વેસ્ટઈન્ડિઝને 6 વિકેટથી આપી હાર

મેચ પુરી થયા બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, ‘હું પરફેક્ટ રમતમાં વિશ્વાસ નથી રાખતો. તમે હંમેશા સંપૂર્ણ હોઈ શકતા નથી. અમે હંમેશા સારા બનવા માંગીએ છીએ, બધા દ્વારા સારુ પ્રદર્શન કરવામાં આવે છે. અમે તમામ બોક્સ પર નિશાની કરી લીધી છે, અમે સારી બેટિંગ પૂરી કરી શક્યા હોત, આટલી વિકેટો ન ગુમાવવી જોઈતી હતી. અમારો ઉદ્દેશ્ય એક ટીમ તરીકે વધુ સારું બનવાનો છે, જો આપણે કંઈક અલગ કરવું હોય તો તે પણ કરવાનો પ્રયાસ કરવો. મને નથી લાગતું કે આપણે બહુ બદલવાની જરૂર છે. હું માત્ર ખેલાડીઓને પોતાને પડકાર આપવા માટે કહું છું. તેમની બેટિંગ પર રોહિત શર્માએ કહ્યું કે હું બે મહિનાનાં બ્રેક બાદ વાપસી કરી રહ્યો છું, મેં નેટ્સમાં પણ સતત પ્રેક્ટિસ કરી હતી. હું જાણતો હતો કે આગળ એક લાંબી સીઝન છે, તેથી મને પૂરો વિશ્વાસ હતો. આ મેચમાં ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો, જો કે અમે ટોસ પર વધુ નિર્ભર ન રહેવાનો પ્રયાસ કરીએ છીએ.

આ પણ વાંચો – AFC Womens Asian Cup / ચીને રોમાંચક મેચમાં કોરિયાને હરાવીને મહિલા એશિયન કપનો ખિતાબ જીત્યો

આપને જણાવી દઈએ કે, વ્હાઇટ બોલ ફોર્મેટનો ફુલ ટાઈમ કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માનાં નેતૃત્વમાં આ પહેલી મેચ હતી. ભારતે પ્રથમ મેચ જીતી હતી અને હવે ભારતની નજર આગામી મેચ જીતીને શ્રેણી કબ્જે કરવા પર હશે. અમદાવાદમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 176 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીત મેળવી હતી. એક સમયે ભારત મજબૂત સ્થિતિમાં હતું, પરંતુ કેપ્ટન રોહિત શર્માને આઉટ કર્યા બાદ વિરાટ કોહલી, ઇશાન કિશનની વિકેટ ઝડપથી પડી હતી.