Not Set/ દુષ્કર્મ મામલામાં પૂર્વ કેન્દ્રિય મંત્રી ચિન્મયાનંદને અલાહાબાદ હાઈકોર્ટે આપી જામીન

દુષ્કર્મ મામલાનાં આરોપમાં શાહજહાંપુર જેલમાં બંધ પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી સ્વામી ચિન્મયાનંદને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સોમવારે ચિન્મયાનંદની જામીન અરજીની સુનાવણી કરતાં અલ્હાબાદ હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે. આપને જણાવી દઈએ કે, ચિન્મયાનંદ પર તેની જ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. મામલામાં એસઆઈટીની તપાસ ચાલી રહી છે. શાહજહાપુરમાં સ્વામી […]

Top Stories India
Swami દુષ્કર્મ મામલામાં પૂર્વ કેન્દ્રિય મંત્રી ચિન્મયાનંદને અલાહાબાદ હાઈકોર્ટે આપી જામીન

દુષ્કર્મ મામલાનાં આરોપમાં શાહજહાંપુર જેલમાં બંધ પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી સ્વામી ચિન્મયાનંદને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સોમવારે ચિન્મયાનંદની જામીન અરજીની સુનાવણી કરતાં અલ્હાબાદ હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે. આપને જણાવી દઈએ કે, ચિન્મયાનંદ પર તેની જ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. મામલામાં એસઆઈટીની તપાસ ચાલી રહી છે.

શાહજહાપુરમાં સ્વામી શુકદેવાનંદ લો કોલેજમાં ભણતી એક વિદ્યાર્થીએ 24 ઓગષ્ટનાં રોજ એક વીડિયો વાયરલ કરી સ્વામી ચિન્મયાનંદ પર શારીરિક શોષણ અને અનેકો છોકરીઓનું જીવન ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. વીડિયો વાયરલ થતાં વિદ્યાર્થીની ગુમ થઇ ગઇ હતી. બાદમાં પોલીસે તેને તેના મિત્ર સાથે રાજસ્થાનથી શોદી કાઠી હતી. આ કેસમાં વિદ્યાર્થીનીનાં પિતાએ 25 ઓગષ્ટે સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધ અપહરણ અને મૃત્યુની ધમકીની કલમો હેઠળનો કેસ નોંધાયો હતો. વળી ચિન્મયાનંદનાં વકીલ વતી વિદ્યાર્થીની અને તેના મિત્રો પર પાંચ કરોડની વસુલાતની માંગણીનો આરોપ લગાવતા કેસ દાખલ કરાયો હતો.

સુપ્રીમ કોર્ટનાં આદેશ પર, એસઆઈટી જાતીય શોષણ અને ખંડણી કેસની તપાસ કરી રહી છે. એસઆઈટીએ પીડિત વિદ્યાર્થીની અને ચિન્મયાનંદ બંને વિરુદ્ધ દાખલ કેસોમાં ચાર્જશીટ દાખલ કરી છે. અગાઉ, આ કેસની સુનાવણી 23 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. ન્યાયાધીશ મનોજ મિશ્રા અને ન્યાયાધીશ દીપક વર્માની ડિવિઝન બેંચે ચિન્મયાનંદ દ્વારા દાખલ મોનિટરિંગ કેસમાં પક્ષકાર બનવાની માંગને ફગાવી દીધી હતી અને જામીન પર ચુકાદો અનામત રાખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.