રાજકીય/ અલ્પેશ ઠાકોરનું પત્તુ કાપવા ભાજપના જ નેતાઓએ કરી તૈયારી 

ભાજપમાં જ સ્થાનિક આગેવાનોમાં ટિકિટ લેવા મુદ્દે અલ્પેશ ઠાકોરનો જ વિરોધ કરી રહ્યા છે. તેઓ સ્થાનિક નેતાને જ પસંદ કરી વોટ આપવા માટે જનતાને સંબોધતા નજરે પડી રહ્યા છે. 

Top Stories Gujarat Others
russia 5 અલ્પેશ ઠાકોરનું પત્તુ કાપવા ભાજપના જ નેતાઓએ કરી તૈયારી 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ ઉમેદવારો પણ વરરાજાની જેમ પરણવા માટે થનગની રહ્યા છે. આવામાં ભાજપનેતા અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠકમાંથી ભાજપમાં ચૂંટણી લડવાના (ફરી પરણવાના) સંકેત આપી ચૂક્યા છે. તો ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ પણ કહી ચૂક્યા છે કે અલ્પેશ ઠાકોર સિનિયર નેતા છે. અને તેઓ ચૂંટણી અડશે અને જીતશે પણ ખરા.  હું ચૂંટણી જીતવાની શુભેચ્છા પાઠવી રહ્યો છું. જોકે ટિકિટ આપવાનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા કરાશે.

તો હવે રાધનપુર બેઠક ઉપરથી સ્થાનિક નેતાને ટિકિટ આપવાની માંગ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. એવામાં સ્થાનિક અને અસલપેશ ઠાકોર વચ્ચે ટિકિટ મારે રસાકસી જોવા મળી રહી છે. ભાજપમાં જ સ્થાનિક આગેવાનોમાં ટિકિટ લેવા મુદ્દે અલ્પેશ ઠાકોરનો જ વિરોધ કરી રહ્યા છે. તેઓ સ્થાનિક નેતાને જ પસંદ કરી વોટ આપવા માટે જનતાને સંબોધતા નજરે પડી રહ્યા છે.  આ દરમિયાન બે દિગ્ગજ ઠાકોર નેતાઓએ ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું છે.

ભાજપના જ બે દિગ્ગજ સ્થાનિક સિનિયર નેતાઓ  અપેશ ઠાકોરન વિરોધ કરી રહ્યા છે. નગરજી ઠાકોર અને લવિંગજી ઠાકોર દ્વારા સ્થાનિક ઉમેદવાર ચૂંટણી લડવા ઉભો રહે તેવી માંગ કરી રહ્યા છે. આ બંને નેતાઓ દ્વારા સ્થાનિક લેવલે રેલી કાઢી ‘જીતશે પણ સ્થાનિક, હારશે બહારનો, લડશે સ્થાનિક’ જેવા સૂત્રો પણ પોકાર્યા હતા.  જ્યારથી ભાજપ અલ્પેશ ઠાકોરને ટિકિટ આપશે એવી વાત સામે આવી છે ત્યારથી સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવાની વાત ગરમાવી લઈ રહી છે.  રાધનપુરના પૂર્વ ધારાસભ્યોએ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધના સૂત્રોચ્ચાર કર્યા છે.