Not Set/ 14 મહિનાની બાળકી પર બળાત્કારનો મામલો,અલ્પેશ ઠાકોરે ગૃહમંત્રીને આપ્યું આવેદન પત્ર

ગાંધીનગર, ગાંધીનગરમાં ઓબીસી, ઠાકોર સેનાના અગ્રણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગૃહમંત્રીને આવેદન પત્ર આપ્યુ હતુ. 14 મહિનાની બાળકી પર થયેલા બળાત્કાર મુદ્દે ગૃહ મંત્રીને આવેદન પત્ર આપ્યુ હતુ.આ મામલે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, એક નાની બાળકી પર બળાત્કાર થાય એ ગુજરાત માટે શરમ જનક ઘટના છે. તેમને માંગ […]

Top Stories Gujarat Others
mantavya 27 14 મહિનાની બાળકી પર બળાત્કારનો મામલો,અલ્પેશ ઠાકોરે ગૃહમંત્રીને આપ્યું આવેદન પત્ર

ગાંધીનગર,

ગાંધીનગરમાં ઓબીસી, ઠાકોર સેનાના અગ્રણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગૃહમંત્રીને આવેદન પત્ર આપ્યુ હતુ. 14 મહિનાની બાળકી પર થયેલા બળાત્કાર મુદ્દે ગૃહ મંત્રીને આવેદન પત્ર આપ્યુ હતુ.આ મામલે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, એક નાની બાળકી પર બળાત્કાર થાય એ ગુજરાત માટે શરમ જનક ઘટના છે. તેમને માંગ કરી હતી કે બાળકીના પરિવાર જનોને મોટું વળતર મળે અને ગુનેગાર ઓ ને કડક માં કદક સજા થાય.

સાથે પરપ્રાંતીઓ જે ગુજરાતમાં આવે છે તેમનું રજિસ્ટ્રેશન કરવું જોઈએ.  તેમજ આજે સાંજે હિંમતનગર ખાતે આપણી નિર્ભયાને ન્યાય મળે તે બેનર નીચે એક કેન્ડલ માર્ચ નું આયોજન પણ કરવામાં આવ્યું છે… સરકાર લોકોને રક્ષણ આપવામાં નિષ્ફળ નીવડી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

બીજી બાજુ સાબરકાંઠાના હિંમતનગરના ઢુંઢર પાસે બાળકીના દુષ્કર્મ મામલે ગાભોઇ અને રાયગઢ બજાર વિસ્તાર સજ્જડ બંધનું એલાન કરાયુ હતુ. ત્યારે હિંમતનગરના કેટલાક વિસ્તારો બંધ રહ્યા હતા. ઠાકોર સેના દ્વારા બંધનું એલાન અપાયુ હતું. ખુલ્લા બજારો બંધ કરવા માટે ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા અપીલ કરાઈ..હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા પીડિતના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા…