Not Set/ અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી ચન્ની પર સાધ્યું નિશાન…

અમરિંદર સિંહે પંજાબ લોક કોંગ્રેસ પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તેમની પાર્ટી ભાજપ સાથે ગઠબંધન કરી શકે છે.

Top Stories India
punjab 5 અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી ચન્ની પર સાધ્યું નિશાન...

પંજાબમાં રાજકીય લડાઈ ચરમસીમાએ છે. મંગળવારે કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર સીધો હુમલો કર્યો. પૂર્વ સીએમ કેપ્ટને કહ્યું કે ચન્નીએ અકાલી દળ સાથે મળેલા છે . 2007ની ચૂંટણીમાં અપક્ષ તરીકે જીત્યા બાદ ચન્નીએ અકાલી દળને સમર્થન આપ્યું હતું.તેમણે કહ્યું કે, “લુધિયાણા શહેર કૌભાંડમાં ફસાયેલા પોતાના ભાઈ મનમોહન સિંહને બચાવવા માટે ચન્ની તત્કાલીન અકાલી સરકારમાં ડેપ્યુટી સીએમ સુખબીર બાદલને મળતા હતા અને કેપ્ટનને નહીં?” કેપ્ટને વધુમાં કહ્યું કે આ પછી પણ ચન્ની કહ્યું હતું કે હુ અકાલી દળ સાથે મળેલો છું.

ઉલ્લેખનીય છે કે  ચરણજીત સિંહ ચન્ની અને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અમરિંદર સિંહ પર ભાજપ અને અકાલી દળને મળ્યા હોવાનો આરોપ લગાવતા રહ્યા છે. તાજેતરમાંજ જ્યારે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય કર્યો, ત્યારે ચન્નીએ આ પછી ખુશી વ્યક્ત કરી.

અકાલી-ભાજપ ગઠબંધન અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે પણ “કૃષિ ચળવળને નબળી પાડવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ અંતે તે અનિષ્ટ પર સત્યતાની જીત છે,નવજોત સિંહ સિદ્ધુ સાથે સત્તા સંઘર્ષ વચ્ચે અમરિંદર સિંહે સપ્ટેમ્બરમાં પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના સ્થાને ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. અમરિંદર સિંહે પંજાબ લોક કોંગ્રેસ પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તેમની પાર્ટી ભાજપ સાથે ગઠબંધન કરી શકે છે. અમરિન્દર સિંહે જાહેરાત કરી હતી કે તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પટિયાલા બેઠક પરથી મેદાનમાં ઉતરશે.