National/ અત્યાર સુધીમાં 2.25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

જમ્મુ બેઝ કેમ્પમાંથી 38સોથી વધુ શ્રદ્ધાળુઓની 25મી બેચ સોમવારે પહેલગામ અને બાલટાલ બેઝ કેમ્પથી દક્ષિણ કાશ્મીરમાં અમરનાથ ગુફાના દર્શન કરવા માટે રવાના થઈ હતી.

India
cyer 14 અત્યાર સુધીમાં 2.25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

જમ્મુ બેઝ કેમ્પમાંથી 38સોથી વધુ શ્રદ્ધાળુઓની 25મી બેચ સોમવારે પહેલગામ અને બાલટાલ બેઝ કેમ્પથી દક્ષિણ કાશ્મીરમાં અમરનાથ ગુફાના દર્શન કરવા માટે રવાના થઈ હતી. અત્યાર સુધીમાં 2.25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બનેલા બરફના શિવલિંગના દર્શન કર્યા છે.

અધિકારીઓએ આ માહિતી આપી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કડક સુરક્ષા વચ્ચે સોમવારે કુલ 3,862 શ્રદ્ધાળુઓ 125 વાહનોના કાફલામાં ભગવતી નગર યાત્રી નિવાસથી નીકળ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પહેલા 46 વાહનોમાં 1,835 તીર્થયાત્રીઓ ભગવતી નગર કેમ્પથી બાલતાલ માટે રવાના થયા હતા અને ત્યારબાદ 79 વાહનોમાં 2,027 મુસાફરો પહેલગામ જવા રવાના થયા હતા.

ઉલ્લેખનીય  છે કે ખરાબ હવામાન ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણેને આ વર્ષે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી.  હવામાન યોગ્ય થતાં યાત્રા ફરી ચાલુ કરવામાં આવી છે. ભારે ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનામાં આશરે 16 જેટલા લોકોના મોત થયા હતા.

Business / ભારતમાં ગેસ સિલિન્ડરનો દર ઘણો ઓછો, જાણો અન્ય દેશોમાં શું છે કિંમત ?