Not Set/ દુનિયાના ધનાઢ્ય વ્યક્તિ એમેઝોનના સીઈઓ જેફ બેઝોસે ગરીબ બાળકો માટે દાન કર્યા ૧૪,૫૦૦ કરોડ રૂપિયા

અમદાવાદ દુનિયાના ધનાઢ્ય વ્યક્તિ એમેઝોનના સીઈઓ જેફ બોઝેસે ગરીબોની મદદ માટે ૨ અરબ ડોલર એટલે કે ૧૪,૫૦૦ કરોડ રૂપિયા દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે. તેમના દાન કરેલા આ ફંડમાંથી બેઘર પરિવાર અને ગરીબ બાળકોને મદદ કરવામાં આવશે. આ ફંડના બે ભાગ થશે. પ્રથમ ભાગ ફેમેલી ફંડ અને બીજો ભાગ એકેડમિક ફંડ. આ ફંડ માટે જેફ […]

Top Stories World Trending
813884326.jpg.0 દુનિયાના ધનાઢ્ય વ્યક્તિ એમેઝોનના સીઈઓ જેફ બેઝોસે ગરીબ બાળકો માટે દાન કર્યા ૧૪,૫૦૦ કરોડ રૂપિયા

અમદાવાદ

દુનિયાના ધનાઢ્ય વ્યક્તિ એમેઝોનના સીઈઓ જેફ બોઝેસે ગરીબોની મદદ માટે ૨ અરબ ડોલર એટલે કે ૧૪,૫૦૦ કરોડ રૂપિયા દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે. તેમના દાન કરેલા આ ફંડમાંથી બેઘર પરિવાર અને ગરીબ બાળકોને મદદ કરવામાં આવશે.

Image result for jeff bezos

આ ફંડના બે ભાગ થશે. પ્રથમ ભાગ ફેમેલી ફંડ અને બીજો ભાગ એકેડમિક ફંડ. આ ફંડ માટે જેફ બેઝોસે ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે કહ્યું છે કે બેઝોસ ડે વન ફંડની ઘોષણા કરતા મને ઘણી ખુશી થઇ રહી છે. જેફ ૨ અરબ ડોલર દાનમાં આપશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે દર વર્ષે ફેમીલી ફંડ દ્વારા સામાજિક કાર્ય કરતી સંસ્થા અને નાગરિક સંગઠનને એવોર્ડ આપવામાં આવશે. પ્રી-સ્કુલનું નેટવર્ક પણ તૈયાર કરવામાં આવશે. જેમાં ગરીબ બાળકોને ભણવા માટે સ્કોલરશીપ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે એમેઝોનના સીઈઓની કુલ સંપતિ ૧૬૦ અરબ ડોલરથી પણ વધારે છે. ફોર્બ્સ મેગેઝીનના જણાવ્યા પ્રમાણે બેઝોસ દુનિયાના પ્રથમ નંબરના ધનીક વ્યક્તિ છે.

Image result for jeff bezos

આની પહેલા પણ અમેરિકામાં જ માઈક્રોસોફ્ટના સ્થાપક બીલ ગેટ્સે પણ અરબો ડોલરનું દાન કર્યું છે. તેમણે મેલિંડા એન્ડ ગેટ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી અને ૨૭ અરબ ડોલરનું દાન કર્યું હતું. એટલું જ નહિ પરંતુ વોરેન બફેટએ પણ પોતાની સંપત્તિમાંથી ૨૧.૫ અરબ ડોલરનું દાન કર્યું હતું.

ભારતમાં દાન કરવામાં વિપ્રોના પ્રમુખ અજીમ પ્રેમજી મોખરે રહ્યા છે. તેમણે આશરે ૮ અરબ ડોલરનું દાન કર્યું હતું.