Ambaji/ મંદિરમાં ઉમટ્યા દર્શનાર્થીનાં ધાડેધાડા, કોરોના ગાઈડલાઈન્સ માત્ર કાગળ ઉપર, મંદિર થઇ શકે છે બંધ

અંબાના ધામ એવા અંબાજી ખાતે ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી. અને સોશિયલ ડીસટન્સ સને કોરોના ગાઈડલાઈન્સના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

Top Stories Gujarat Others Dharma & Bhakti
અબડાસા 24 મંદિરમાં ઉમટ્યા દર્શનાર્થીનાં ધાડેધાડા, કોરોના ગાઈડલાઈન્સ માત્ર કાગળ ઉપર, મંદિર થઇ શકે છે બંધ

ગુજરાત રાજ્યમાં કોરોના એ  કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાતના મંદિરો ઉપર પણ કોરોના વાઇરસની અસર જોવા મળી રહી છે. નવરાત્રી અને રવિવાર હોવાથી માં અંબાના ધામ એવા અંબાજી ખાતે ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી. અને સોશિયલ ડીસટન્સ સને કોરોના ગાઈડલાઈન્સના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

નોધનીય છે કે, કોરોના ના કહેર વચ્ચે સરકાર દ્વારા રાજ્યભરમાં ગરબા રમવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે દર્શનાર્થીઓ માટે અંબાજીમાં મંદિરમાં દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે. જો કે અંબાજી આવતા યાત્રિકોને જાણે કોરોનાનો સહેજ પણ ડર ન હોય તેમ મો ઉપર માસ્ક વગર અને ટોળા સ્વરૂપે મંદિરે જતા નજરે પડ્યા હતા. જેમાં મહીલાઓ, નાના બાળકો અને વૃદ્ધોની ભારે ભીડ ઉમટી પડી હતી.

મંદિર પરિસરમાં ભારે ભીડ જોતા વહીવટદારે જણાવ્યું હતું કે, હજી વધુ ભીડ વધશે તો મંદિર બંધ પણ થઈ શકે છે. આગામી દુર્ગાષ્ટમીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હોય છે. આ ઉપરાંત રાજસ્થાન તરફથી આઠમના દિવસે શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી અંબાજી પહોંચતા હોય છે, તેવામાં કોરોનાનું સંક્રમણ વધવાનો ભય વધુ હોય છે.