gujarat rain/ વરસાદને લઈને અંબાલાલ પટેલ ફરીથી ત્રાટક્યાઃ 17મીથી બરોબર જામશે ચોમાસુ

હવામાન જાણકાર અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને ફરીથી આગાહી કરી છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં ચોમાસુ બેસી ગયુ છે અને 17મી જૂનથી તે પૂરબહારમાં ખીલશે અને 17થી 22 જૂન સારો એવો વરસાદ પડી શકે છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 06 14T140433.270 વરસાદને લઈને અંબાલાલ પટેલ ફરીથી ત્રાટક્યાઃ 17મીથી બરોબર જામશે ચોમાસુ

Ahmedabad News: હવામાન જાણકાર અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને ફરીથી આગાહી કરી છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં ચોમાસુ બેસી ગયુ છે અને 17મી જૂનથી તે પૂરબહારમાં ખીલશે અને 17થી 22 જૂન સારો એવો વરસાદ પડી શકે છે. તેની સાથે આ સમયગાળા દરમિયાન તેજ ગતિએ પવન ફૂંકાશે તેમ જણાવ્યું છે.

અંબાલાલે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડતો રહેશે, પરંતુ 17થી 22 તારીખ સુધીમાં જે વરસાદ પડશે તે ભારે પવન સાથે પડશે. તેમા કેટલાય સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવી પણ સંભાવના છે.

મહત્વપૂર્ણ છે કે આ વખતે કેરળમાં ચોમાસું સમય કરતા બે દિવસ વહેલુ અને ગુજરાતમાં ચોમાસું નિર્ધારિત સમય કરતા પાંચ દિવસ વહેલા પહોંચી ગયુ છે. પરંતુ ચોમાસાની એન્ટ્રી થયા બાદ તે નબળુ પડ્યુ છે.. અને હાલ દક્ષિણ ગુજરાતને બાદ કરતા ક્યાંય નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો નથી.

અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન જોવાશે. 17થી 22 જુન દરમિયાન વંટોળ સાથે વરસાદ પડશે. ખંભાતથી મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના વિભાગો આંધી વંટોળ અને ભારે પવનથી પ્રભાવિત શશે. બોટાદ, બાવળા અને બળવારામાં પણ ભારે પવન ફૂંકાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે

આ પણ વાંચો: લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા અને ઝવેરી કંપની સામે FIR કેમ નોંધી નહીં?

આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ