Corona effect/ AMCએ 31 નવા વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કર્યા

ક્નટેઇનમેન્ટમાં ગોતા,બોડકદેવ,ચાંદખેડા,રાણીપ,વાસણા,નવરંગપુરા, સહિત પશ્વિમ અમદાવાદના વિસ્તારોનો સમાવેશ થાય છે

Ahmedabad
amc AMCએ 31 નવા વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કર્યા

ગુજરાતમાં કોરોનાના કેસો પ્રતિદિન વધી રહ્યાં છ કોરોના સંક્રમણના લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવા 31 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર કર્યા છે. સૈાથી વધારે દક્ષિણ ઝોનના સામેલ કરવામાં આવ્યાં છે.પશ્વિમ ઝોન,ઉત્તર ઝોન,અને પૂર્વ ઝોનમાં સાત સાત વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં સામેલ કરવામાં આવ્યાં છે.

ગુજરાતમાં કોરોના કેસો સંક્રમણ મામલે અમદાવાદની હાલત ખુભ ભયંકર છે. પ્રતિદિન સંક્રમણોના કેસો વધી રહ્યાં છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આ પહ્લા 393 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ તરીકે જાહેર કર્યા છે. આજે નવા 31 નવા માઇક્રેા કન્ટેઇનમેન્ટ જાહેર કર્યા છે.હવે શહેરમાં 424 કન્ટેઇનમેન્ટ જાહેર થયાં છે.

નવાં વિસ્તારોમાં  ક્નટેઇનમેન્ટમાં ગોતા,બોડકદેવ,ચાંદખેડા,રાણીપ,વાસણા,નવરંગપુરા, સહિત પશ્વિમ અમદાવાદના વિસ્તારોનો સમાવેશ થાય છે.