અમદાવાદ/ AMC પાછલા બારણે લોકોના ખિસ્સામાંથી 75 થી 80 કરોડ સેરવી લેશે

અમદાવાદમાં 5,10,253 કોમર્શિયલ અને 11,11,569 રહેણાંકની મળીને કુલ 16,21,822 મિલકતો ટેક્સના ચોપડે નોંધાયેલ છે. આ મિલ્કતોમાં હાલ નવી મિલકતો બંધાતા અને બોપલ-ધૂમા  સહિતનો નવો વિસ્તાર ભળતા બહુ મોટો વધારો થયો છે.

Mantavya Exclusive
સ્ટેન્ડિંગ કમિટીએ,

પ્રફુલ ત્રિવેદી,

અમદાવાદ મ્યુ. કોપોરેશનના તાજેતરમાં મંજૂર થયેલા વર્ષ 2022-2023 ના રૂ. 8807 કરોડના બજેટમાં એક પણ કરવેરામાં વધારો કરાયો નથી. પરંતુ આ જ સમયગાળામાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સફાઇવેરો- યુઝર્સ ચાર્જિસમાં રહેણાંકમાં રોજના રૂ.1 ના 3 અને કોમર્શિયલ મિલ્કતોમાં રૂ.2 ના 5 કારવાની દરખાસ્ત પેન્ડિંગ પડી છે. જે અંગે આવતીકાલે ગુરુવારે મળનારી બેઠકમાં નિર્ણય લેવાવાની સંભાવના છે.  જો આમ થાય તો શહેરના નાગરિકો ઉપર 75 થી 80 કરોડ જેટલો કરબોજ પડવાની શક્યતા છે.

આ પણ વાંચો :કુમાર વિશ્વાસે કેજરીવાલ પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું-અલગાવાદીઓના સહારે પંજાબના CM…

અમદાવાદમાં 5,10,253 કોમર્શિયલ અને 11,11,569 રહેણાંકની મળીને કુલ 16,21,822 મિલકતો ટેક્સના ચોપડે નોંધાયેલ છે. આ મિલ્કતોમાં હાલ નવી મિલકતો બંધાતા અને બોપલ-ધૂમા  સહિતનો નવો વિસ્તાર ભળતા બહુ મોટો વધારો થયો છે. આ હિસાબે 17 થી 18 લાખ રહેણાંક અને 6.50 લાખ કોમર્શિયલ મિલકતો ગણીએ તો યુઝર્સ ચાર્જિસમાં 75 થી 80 કરોડનો વધારો ઝીંકવાની સંભાવના છે.

યુઝર્સચાર્જ કેટલો વધશે?

  • હાલનો દર (રોજનો)          વધારા સાથેનો દર
  •       રૂ. 1                                     રૂ.3
  •      રૂ .2                                     રૂ. 5       

પ્રોપર્ટી ટેક્સમાં સફાઇ વેરો તો લેવામાં જ આવે છે, પરંતુ દેશભરના શહેરો વચ્ચે યોજાતી સફાઇ સર્વેક્ષણની સ્પર્ધામાં ભાગ લેવો હોય તો યુઝર્સચાર્જ મહત્વનો ગણાય છે. આમ સર્વેક્ષણમાં ભાગ લેવા માટે થઈ એક જ ટેક્સનું ડુપ્લિકેશન  ત્રણ વર્ષ પહેલા જ કરાયું. તે સમયે ઓચિંતા જ સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરમાં રહેણાંકમાં રોજ રૂ. 1 અને કોમર્શિયલ રૂ. 2 નો યુઝર્સચરજ ઝીંકયો હતો. તે સમયે થોડો ઉહાપો થયો હતો પણ પછી તે સમી ગયો હતો. હાલ તો વધારો કરવાનો સમય બજેટ સાથે જ છે, તો બજેટમાં આ બાબત કેમ ના મુકાઇ તે પ્રશ્ન છે. બજેટ કરવેરા વગરનું હોવાથી જાહેરાત કરી દીધા બાદ હવે પાછળે બારણે આ ટેક્સ નાગરિકોના માથે ઝીંકશે અત્યારે રહેણાંકના વાર્ષિક રૂ.365 છે. તે વધીને રૂ.1095 અને કોમર્શિયલ મિલકતના રોજના રૂ. 2 લેખે 730 છે. તે વધીને 1825 થઈ જશે. જો કે ચૂંટણનું વર્ષ હોવાથી સ્ટેન્ડિંગ કમિટી નિર્ણય લેતા પહેલા સૂચવેલા ચાર્જિસમાં થોડો ઘટાડો કરશે તેમ પણ લાગી રહ્યું છે.

આ પણ વાંચો :આસામના સીએમ સરમા સામે નોંધાયો કેસ, રાહુલ ગાંધી પર કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી

આ પણ વાંચો :રવિદાસ જયંતિ નિમિતે PM મોદી પહોંચ્યા કરોલ બાગના રવિદાસ મંદિર, કીર્તનમાં વગાડ્યા મંજીરા

આ પણ વાંચો : મન સ્વસ્થ થાય ત્યારે જ વિકાસની ગંગા, રવિદાસ જયંતિ પર BSP સુપ્રીમો માયાવતી બોલ્યા

આ પણ વાંચો :ગ્રીષ્માના હત્યારા ફેનિલ અને તેના મિત્રનું કોલ રેકોર્ડિંગ આવ્યું સામે, જાણો કેમ કરી હત્યા