Not Set/ રાજપથ ક્લબને શા માટે સીલ માર્યું તે મને ખબર નથી: પ્રમુખ જગદીશ પટેલ

અમદાવાદ અમદાવાદના એસજી હાઈવે પર આવેલી રાજપથ ક્લબને સીલ મારી દેવામાં આવ્યું છે. આ સીલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ દ્વારા મારવામાં આવ્યું છે. પાર્કિંગની સમસ્યા લઈને કોર્પોરેશન દ્વારા આ સીલ માર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે કલબના પ્રમુખ જગદીશ પટેલે જણાવ્યું હતું કે, ક્લબને શા માટે સીલ માર્યું તેની મને ખબર નથી. શહેરના માલેતુજાર […]

Ahmedabad Top Stories Gujarat Trending
rain 8 રાજપથ ક્લબને શા માટે સીલ માર્યું તે મને ખબર નથી: પ્રમુખ જગદીશ પટેલ

અમદાવાદ

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી રાજપથ ક્લબને સીલ મારી દેવામાં આવ્યું છે. આ સીલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ દ્વારા મારવામાં આવ્યું છે. પાર્કિંગની સમસ્યા લઈને કોર્પોરેશન દ્વારા આ સીલ માર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે કલબના પ્રમુખ જગદીશ પટેલે જણાવ્યું હતું કે, ક્લબને શા માટે સીલ માર્યું તેની મને ખબર નથી.

શહેરના માલેતુજાર સભ્યો ધરાવતી નામી રાજપથ ક્લબને સીલ મારી દેવાતા ક્લબના ચેરમેન અને હોદ્દેદારોની મોડી રાત્રી દરમિયાન મિટિંગ ચાલી હતી અને રાતો રાત વકીલને પણ બોલાવી લેવામાં આવ્યા હતા.તો બીજી તરફ ક્લબમાં સીલ મારતા ક્લબના મેમ્બરોએ આક્ષેપ કર્યો છે કે ક્લબને ગેરકાયદેસર રીતે સીલ મારવામાં આવ્યું છે.

હાઇકોર્ટનો આદેશ છે કે શહેરમાં પાર્કિંગની સમસ્યા હોય એ જગ્યા સીલ મારવામાં આવે..પરંતુ ક્લબમાં 600 ગાડી સમાય તેટલુ પાર્કિંગ હોવા છતાં પણ કોર્પોરેશનને સીલ મારીને ક્લબની ઇમેજ ખરડવાનો પ્રયાસ કર્યો છે. તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ક્લબ બહાર પાર્ક કરેલી કારોને જપ્ત: પ્રમુખ સામે ગુનો દાખલ

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ક્લબને સીલ મારવાની સાથોસાથ ક્લબની બહાર પાર્ક કરેલી અસંખ્ય કારને પણ જપ્ત કરવામાં આવી હતી. તેમજ ગાડીના માલિકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતું. વધુ કાર્યવાહી કરતા કલબના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ક્લબને ક્યાં કારણસર સીલ માર્યું તે મને નથી ખબર: પ્રમુખ જગદીશ પટેલ

રાજપથ ક્લબના પ્રમુખ જગદીશભાઈ પટેલે મંતવ્ય ન્યૂઝની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજપથ ક્લબને સીલ મારવામાં આવ્યું છે એ કયા કારણોસર સીલ મારવામાં આવ્યું છે મને પોતાને જ નથી ખબર, વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારી સામે ફરિયાદ થઇ છે તેની મને કોઈ જાણ નથી.