Not Set/ #America/ કોરોનાનાં દર્દીઓની સારવાર માટે અમેરિકાએ આ દવાનાં ઉપયોગની આપી મંજૂરી

અમેરિકન સરકારે કોરોના વાયરસ દર્દીઓ પર રેમડેસિવીર દવાને ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠક બાદ સરકારે તેને મંજૂરી આપી હતી. ફાર્માસ્યુટિકલ કંપની ગિલેડ સાયન્સિસનાં ચીફ એક્ઝિક્યુટિવ ડેનિયલ ઓડે કહ્યું કે સરકારની મંજૂરી બાદ આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે […]

World
924b945ef390857826ba358431522d83 #America/ કોરોનાનાં દર્દીઓની સારવાર માટે અમેરિકાએ આ દવાનાં ઉપયોગની આપી મંજૂરી

અમેરિકન સરકારે કોરોના વાયરસ દર્દીઓ પર રેમડેસિવીર દવાને ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠક બાદ સરકારે તેને મંજૂરી આપી હતી. ફાર્માસ્યુટિકલ કંપની ગિલેડ સાયન્સિસનાં ચીફ એક્ઝિક્યુટિવ ડેનિયલ ઓડે કહ્યું કે સરકારની મંજૂરી બાદ આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કંપની દર્દીઓ માટે 1.5 મિલિયન બોટલો દાનમાં કરશે. જમાવી દઇએ કે, યુ.એસ. માં, કોરોના વાયરસને કારણે 65,435 લોકોનાં મોત નીપજ્યાં છે.

શુક્રવારે અમેરિકાનાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની તેને સત્તાવાર મંજૂરી મળી છે. હવે આ દવા અમેરિકન હોસ્પિટલોમાં વાપરી શકાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની દ્વારા જેટલી બોટલો દાન કરવામાં આવી તે ઓછામાં ઓછા 1,40,000 દર્દીઓ માટે પૂરતી હશે. રેમડેસિવીર દવાનાં ટ્રાયલમાં લગભગ 50 ટકા દર્દીઓની હાલત સુધરી છે. યુ.એસ.એ આ એન્ટીવાયરસ દવાની ટ્રાયલમાં મોટી સફળતા હાંસલ કરી અને તેના ઉપયોગ પછી દર્દીઓમાં કોરોના વાયરસની વૃદ્ધિ અટકી ગઈ છે.

ચીને ટ્રાયલ બાદ રેમડેસિવીરને નકારી કાઠી હતી. હવે આ દવા અમેરિકાને મોટી આશા આપે છે. આ દવાની પ્રથમ તપાસ ઇબોલા વાયરસ સામે કરવામાં આવી હતી. હવે નિષ્ણાતોની નજર તેના પર છે. યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (એનઆઈએચ) ની તરફથી ટ્રાયલ બાદ જાહેર કરેલા આંકડા દર્શાવે છે કે રેમડેસિવીર દવાનાં ઉપયોગથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં 31 ટકાનો ઘટાડો થયો છે. એવા સમયે કે જ્યારે કોરોના વાયરસની કોઈ દવાઓ હાજર નથી, ત્યારે ઘણા દેશો આશાવાદી નજરથી રેમડેસિવીર તરફ નજર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.