Not Set/ કેનેડા : જુના કપડાંએ આ માણસને રાતોરાત બનાવી દીધો કરોડપતિ

કેનેડામાં એક માણસના  જુના કપડાએ તેની કિસ્મત ચમકાવી દીધી છે. આ માણસ તેના કપડાને દાનમાં આપવા માટે જઈ રહ્યો હતો તે દરમ્યાન તેણે તપાસ કરી તો વર્ષ ૨૦૧૭માં ડિસેમ્બરમાં ખરીદેલી લોટરીની ટીકીટ મળી હતી. થોડી ઘણી તપાસ કર્યા બાદ તેને ખબર પડી કે આ લોટરીની ટીકીટથી તેને ૧.૩૫ મિલિયન ડોલર એટલે કે ૧૦ કરોડ રૂપિયા […]

World Trending
lottery ticket slips કેનેડા : જુના કપડાંએ આ માણસને રાતોરાત બનાવી દીધો કરોડપતિ

કેનેડામાં એક માણસના  જુના કપડાએ તેની કિસ્મત ચમકાવી દીધી છે. આ માણસ તેના કપડાને દાનમાં આપવા માટે જઈ રહ્યો હતો તે દરમ્યાન તેણે તપાસ કરી તો વર્ષ ૨૦૧૭માં ડિસેમ્બરમાં ખરીદેલી લોટરીની ટીકીટ મળી હતી. થોડી ઘણી તપાસ કર્યા બાદ તેને ખબર પડી કે આ લોટરીની ટીકીટથી તેને ૧.૩૫ મિલિયન ડોલર એટલે કે ૧૦ કરોડ રૂપિયા જીત્યા છે.

કેનેડાના રહેવાસી આ માણસનું નામ ગ્રેગોરિયો ડી સેન્ટીસ છે. દિવસ દરમ્યાન તે પોતાના કપડાનો કબાટ સાફ કરી રહ્યા હતા. કબાટની સફાઈ કરવા માટે તેણે પોતાની બહેનને કહ્યું હતું. ત્યારે તેની બહેને સલાહ આપી હતી કે તે જે કપડા નથી પહેરતો તેને દાનમાં આપી દેવા જોઈએ.

ગ્રેગોરિયો બહેનની આ વાતમાં સમંત થઇ ગયો અને દાનમાં આપવા માટે કપડા અલગ કરતો હતો તે દરમ્યાન એક જેકેટમાં કાગળ હોવાનું માલુમ પડ્યું. આ કાગળ બીજું કઈ નહિ પરંતુ ડીસેમ્બરમાં તેણે ખરીદેલી લોટરી ટીકીટ હતી.

લોટરીની ટીકીટ મળતા તે લોટરીની કંપનીમાં ગયો કે આ ટીકીટ માન્ય છે કે નહી. કંપનીમાં ડિસ્પ્લે સ્ક્રીનમાં એક નંબર દેખાઈ રહ્યો હતો આ એ જ નંબર હતો જે તેની લોટરી ટીકીટમાં હતો. જયારે તેને ખબર પડી કે તે લોટરી જીતી ગયો છે ત્યારે તેની ખુશીનો ઠીકાનો નહતો રહ્યો.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૦માં પણ ગ્રેગોરિયોએ લોટરીમાં ૪૦૦૦ કેનેડીયન ડોલર જીત્યા હતા.