Not Set/ વાત છે વ્યક્તિ પૂજા અને અંગત આક્ષેપબાજીના રાજકીય રંગની, પંડિત નહેરૂ થી નરેન્દ્ર મોદી સુધીના સર્વોચ્ચ નેતાની આંધળી ભક્તિ અને સાચા ખોટા પ્રહારો ની કહાની

2001થી 2012 સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે રાજ્યનું શાસન કરનારા અને હવે 2014 બાદ દેશના વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીના તો ભક્તો તેને ભગવાન સાથે સરખાવતા અચકાતા નથી.

India Trending
radha વાત છે વ્યક્તિ પૂજા અને અંગત આક્ષેપબાજીના રાજકીય રંગની, પંડિત નહેરૂ થી નરેન્દ્ર મોદી સુધીના સર્વોચ્ચ નેતાની આંધળી ભક્તિ અને સાચા ખોટા પ્રહારો ની કહાની

વ્યકિત પુજા અને વધુ પડતી ટીકા બન્ને નીંદનીય, ભારતમાં વ્યકિત પુજાનો ચેપ કોરોના કરતા પણ વધારે ભયંકર છે.
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર

ભારતમાં વ્યકિત પુજાનો ચેપ કોરોના કરતા પણ વધારે ભયંકર છે.  વાવાઝોડા કરતા પણ રાષ્ટ્રને વધુમાં વધુ નુકશાન કરનારો છે. છતા વ્યકિત પ્રજાનો ચેપ વધુને વધુ પ્રસરતો જાય છે. ખાસ કરીને રાજકારણમાં વ્યકિત પુજાએ પોતાનુ મહત્વ અને હોદ્દો ટકાવવાનુ અસરકારક માઘ્યમ માનવામાં આવે છે. કોઇ વ્યકિત હોય તો જ ફલાણા પક્ષ ચાલે નહીંતો તે પક્ષને વાંધો આવી જાય. આવી વ્યકિત પ્રજા ભુતકાળમાં પણ હતી અને આજે પણ ભુતકાળમાં અને આજમાં ફેર એટલો છે. આજે વ્યકિપુજાનું મહત્વ વઘ્યુ છે. તેનું માર્કેટીંગ વધારે છે અને વ્યકિતપુજાના સ્વરૂપો પણ વઘ્યા છે.

himmat thhakar 1 વાત છે વ્યક્તિ પૂજા અને અંગત આક્ષેપબાજીના રાજકીય રંગની, પંડિત નહેરૂ થી નરેન્દ્ર મોદી સુધીના સર્વોચ્ચ નેતાની આંધળી ભક્તિ અને સાચા ખોટા પ્રહારો ની કહાની

કોઇપણ હસ્તી કે વ્યકિત મહાન હોઇ શકે અને સારી પણ હોઇ શકે અળખામણી પણ હોઇ શકે અને ખરાબ પણ હોઇ શકે સત્યની વાતો ખુબ રીએ છીએ.  પરંતુ આપણે જેને માનતા હોયએ તે વ્યકિત કે હસ્તી  ખોટા કે લોકો અથવા દેશનું નુકશાનકારક હોય તેવા પગલા ભરે ત્યારે તેને સાચુ કહેવાની હિંમત પણ કેળવવી જોઇએ.

Jawaharlal Nehru - HISTORY

નહેરૂ યુગમાં નહેરૂ ભકતોની સંખ્યા નોંધપાત્ર હતી. નહેરૂ પછી દેશનું કોણ એવી ચિંતા કરનારા ઘણા હતા. નહેરૂજીના આંધળા ભકતો તેને સફળ રાજપુરૂષ માનતા હતા. જયારે તેમના વિરોધીઓ હતા તે તેમના માટે ગમે તેવી ખરાબ વાતો કહેતા પણ અચકાતા નહોતા. કેટલાક તો નહેરૂની ચીર વિદાયને પ7 વર્ષ થઇ ગયા છતા જવાહરલાલ નહેરૂને બદનામ કરવાની એક પણ તક છોડતા નથી. ફલાણી બાબત માટે નહેરૂ જવાબદાર તેવુ કહેનારા અને સાથોસાથ તેમના અવસાનના પ7 વર્ષ બાદ તેમની સામે સેકસ સહીતની બાબતો અંગે આક્ષેપબાજી કરનારા લોકો મૃતકનો મલાજો જાળવવાના ભારતીય સંસ્કૃતિના સિઘ્ધાંતનો ઉલાળીયો કરે છે.

India' Remembers Jawaharlal Nehru, The First PM, On His 130th Birthday

કોઇપણ મૃત વ્યકિત માટે એલફેલ બોલનારા પરીબળો બીજુ બધુ તો ઠીક પણ પોતે જેના માટે ગર્વ અનુભવે છે તે સનાતન ધર્મ સંસ્કૃતિના મૃતકનો મલાજો જાળવવાના સિદ્ધાંતને નેવે મૂકે છે. જે રીતે વ્યક્તિ પૂજા ખરાબ છે તેવી જ રીતેવ્યક્તિ નિંદા પણ વધારે ખતરનાક છે.

Why did former Prime Minister Indira Gandhi impose Emergency on June 25,  1975 | India News | Zee News
બીજા નેતા ઈંદિરા ગાંધીના ભક્તોની સંખ્યા વધારે હતી. પ્રિયદર્શીનીથી માંડી લોખંડી મહિલા સહિતના અનેક ઉપનામો તેમને મળેલા છે. તેમના શાસનકાળમાં પણ તેમની વ્યક્તિ પૂજા કે ગુણગાન ગાનારાઓની સંખ્યા વધારે હતી. કટોકટીકાળમાં ઈન્દિરા ઈઝ ઈન્ડિયાનો એટલે કે ઈંદિરા ભારત છે તેવો નારો વહેતો કરનાર એક આંધળી ઈંદિરા ભક્ત તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ દેવલોક બઆ હતા. જો કે ઈંદિરા ગાંધીની આસપાસની જે સલાહકારોની ફોજ હતી તેમાં ડી કે. ઘાટ, પી.એન. હકસર, સિદ્ધાર્થ શંકર રે વિદ્યાચરણ શુકલ અને ઈંદિરા ગાંધીના પોતાના નાના પુત્ર સંજય ગાંધી વિગેરે હતા. તેમાં મોટા ભાગના રાજપુષો અને 1975ના સમયગાળાના કટાર લેખકોએ નોંધ લીધી છે તે પ્રમાણે દેશમાં 1975માં કટોકટી લાદવાની સલાહ એ પશ્ર્ચિમ બંગાળના તત્કાલિન મુખ્યમંત્રી અને ઈંદિરાજીની કીચન કેબિનેટના એક સભ્ય મનાતા સિદ્ધાર્થ શંકર રે ની નીપજ હતી. જો કે સિદ્ધાર્થ શંકર રે ની ઈંદિરાજી પ્રત્યેની કહેવાતી વ્યક્તિ પુજાએ 1977માં ઈંદિરા ગાંધીને સત્તાથી વંચિત  કર્યા.  આઝાદીના 30માં વર્ષે પ્રથમવાર સત્તા ગુમાવી તે તો ઠીક પણ પશ્ર્ચિમ બંગાળમાં કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો  પશ્ચિમ  બંગાળના મુખ્ય મંત્રી તરીકે સિદ્ધાર્થ શંકર રે છેલ્લા મુખ્યમંત્રી બની રહ્યા તે તો ઠીક પણ ત્યારબાદ હજુ સુધી કોંગ્રેસને સત્તા ભોગવવાની તક ફરી મળી નથી 1977થી 2011 સુધી ડાબેરીઓનું અને ત્યારબાદ મમતા બેનરજીનું શાસન છે.

Feel humiliated, PM Modi didn't let us speak, says Mamata after Covid meet  with PM - India News

મમતા બેનરજીની આસપાસ રહેલા અને સાચી ખોટી અનેક સલાહો આપનારા આજે ભાજપનો ખેસ પહેરી બેસી ગયા છે અને આજ મહાનુભાવો પહેલા મમતાની ભક્તિ કરતાં હતા હવે મોદી અને શાહની ભક્તિ કરે છે. તે તો આમાના બે મહાનુભાવો મુકુલ રોય અને અધિકારી તો નારદા કૌભાંડમાં તેમની સામે ફરિયાદો થઈ હોવા છતાં અત્યારે પોતપોતાના હોદ્દા ભોગવે છે. કદાચ આજ કારણોસર આ નેતાઓએ મમતા બેનરજીની ભક્તિ છોડી મોદી શાહની ભક્તિ કરવાનું પસંદ કર્યુ હશે તેવું સહેલાઈથી કહી શકાય તેમ છે. ઘણા રાજકીય નિરીક્ષકોએ આ વાતની નોંધ પણ લીધી છે. આપણા ગુજરાતમાં પણ ઘણા કોંગ્રેસીઓ પોતાના પાપ છાપરે ચડીને ન પોકારે અને પોતાની ભક્તિ ચાલતી રહે તે માટે ભાજપમાં ગયા છે એટલે તો ઘણા કહે છે કે, કોંગ્રેસ કે વિપક્ષનો કોઈ આગેવાન પોતાના જૂના પક્ષમાં હોય ત્યાં સુધી ભ્રષ્ટાચારી કહેવાય છે અને ભાજપમાં ભળે એટલે જાણે કે કેન્દ્રના અને રાજ્યના આ સત્તાધારી પક્ષ પાસે જાણે કે પારસ મણી હોય તેમ પવિત્ર બની જાય છે.

Narendra Modi | NarendraModi.in Official Website of Prime Minister of India
હવે 2001થી 2012 સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે રાજ્યનું શાસન કરનારા અને હવે 2014 બાદ દેશના વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીના તો ભક્તો તેને ભગવાન સાથે સરખાવતા અચકાતા નથી. જો કે ભક્તોને તો પોતાનાં ગોડ ફાધરને ગમે તે કહેવાનો અધિકાર છે. જ્યારે તેમની ટીકા કરનારા તેમના પર પ્રહારો કરવાની એકપણ તક છોડતા નથી. મોદીના ભક્ત એવા એક ઉદ્યોગપતિ અત્યારે ગાંધી પરિવારને જામીન પર છૂટેલા નેતાઓ કહે છે. જો કે આજ પરિવારના મોભી રાજીવ ગાંધીના ભક્તજ હતા અને કોંગ્રેસના શાસનમાં જ તેમણે પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યુ છે. જો કે અત્યારે કોઈપણ ઉદ્યોગપતિ પોતાના લાભ ખાતર મોદી ભક્તિ કરે તો તેમાં કશું ખોટું પણ નથી. જો કે કેટલાંક ભક્તો તો અત્યાર સુધીના વડાપ્રધાનોમાં મોદી જ શ્રેષ્ઠ હોય તેવી વાતો કરે છે અને ઘણાતો તેને ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની છેલ્લી ટ્રેન ગણાવે છે. જો કે સામાન્ય માનવીને આ વાત ગળે ઉતરતી નથી. ભારતનું બંધારણ ભારતની લોકશાહી જુદુ કહે છે. સંમત પણ નથી એટલું જ નહિ પણ હિંદુ સંસ્કૃતિ  (જો શાસ્ત્રો વાંચ્યા હોય તો) પણ સર્વ ધર્મ સમભાવનો સંદેશ આપે છે. જોે કે બંગાળની ચૂંટણી પહેલા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રવચન સહિતના મુદ્દાઓ પણ એકવાત સાબીત કરે છે કે તેઓ માટે (શાસન માટે) કોઈ પણ સમાજના તૃષ્ટીકરણ માટે તૈયાર છે.
જમ્મુ કાશ્મીરમાં મુફતી મહમદ સૈયદ કે મહેબુબા મુફતીને સાડાચાર વર્ષ સુધી સત્તાના ભાગીદાર બનનારાઓનો હેતુ માત્ર એક રાજ્ય પોતાના ગઠબંધન ખાતામાં વધારવા સિવાય બીજું કાંઈ નહોતું તે વાત સરકાર સામે આયના ધરનારા લોકો કહે જ છે. તે વાત સાવ ખોટી નથી જો કે આની સાથે સમજ્યા કારવ્યા વગર મોદીની ટીકા કરવાનું પગલું પણ કોઈ રીતે યોગ્ય પણ નથી અને વ્યાજબી પણ નથી.