Not Set/ અમેરિકાએ સ્ટીલ પર આયાત ડયુટી વધારી: જાણો ભારતને શું અસર થશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સ્ટીલ અને એલ્યુમીનીયમ પર ઈમ્પોર્ટ ડયુટી વધારવાનું એલાન કર્યું છે. ટ્રમ્પ એ સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમીનીયમ પર 10 ટકા ઈમ્પોર્ટ ડયુટી લગાવી છે. ટ્રમ્પના આ પગલાંથી અમેરિકી રિપબ્લિક સાંસદો સહીત, યુરોપિયન યુનિયન, કેનેડા અને મેક્સિકોએ આલોચના કરી છે. ટ્રમ્પના આ પગલાથી પ્રભાવિત થયેલા દેશો પણ “જેવા સાથે તેવા” ની […]

World Trending
2016 11 eca kazakhstan main અમેરિકાએ સ્ટીલ પર આયાત ડયુટી વધારી: જાણો ભારતને શું અસર થશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સ્ટીલ અને એલ્યુમીનીયમ પર ઈમ્પોર્ટ ડયુટી વધારવાનું એલાન કર્યું છે. ટ્રમ્પ એ સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમીનીયમ પર 10 ટકા ઈમ્પોર્ટ ડયુટી લગાવી છે. ટ્રમ્પના આ પગલાંથી અમેરિકી રિપબ્લિક સાંસદો સહીત, યુરોપિયન યુનિયન, કેનેડા અને મેક્સિકોએ આલોચના કરી છે.

ટ્રમ્પના આ પગલાથી પ્રભાવિત થયેલા દેશો પણ “જેવા સાથે તેવા” ની નીતિ મુજબ અમેરિકાથી આયાત થતી ચીજો જેવીકે સ્લીપિંગ બેગ્સ, બોલ પોઈન્ટ પેન પર ડયુટી વધારવાનું વિચારી રહ્યા છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોએ ટ્રમ્પને ફોન કરીને કહ્યું કે તેમનું આ પગલું અવૈધ છે, અને યુરોપિયન યુનિયન પૂરી મજબૂતીથી આનો જવાબ આપશે.

iStock 492798423 અમેરિકાએ સ્ટીલ પર આયાત ડયુટી વધારી: જાણો ભારતને શું અસર થશે

ટ્રમ્પએ એવો તર્ક આપ્યો હતો કે અમેરિકી સ્ટીલ અને એલ્યુમીનીયમ ઉત્પાદક રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વના છે,અને વિદેશથી મળવાવાળું સ્ટીલ અમેરિકા માટે ખતરો પૈદા કારી શકે છે.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ સ્ટીલ અને એલ્યુમીનીયમ પર ઈમ્પોર્ટ ડયુટી લાગવાથી ભારતીય કંપનીઓને નુકસાન થશે, પરંતુ  ચીન અને  બ્રાઝીલ જેવા દેશોની સરખામણીમાં ખુબજ ઓછુ નુકસાન હશે. અમેરિકાને એલ્યુમીનીયમ અને સ્ટીલના કુલ નિકાસમાં ભારતનો હિસ્સો લગભગ ૩ ટકા છે.

ભારતથી અમેરિકા સ્ટીલની નિકાસ ઉતર-ચડાવ વાળી રહી છે, પરંતુ એલ્યુમીનીયમ પર અમેરિકાએ 10 ટકા ઈમ્પોર્ટ ડયુટી વધારતા એલ્યુમીનીયમ સેક્ટર પર નિશ્ચિત પણે અસર પડશે.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ વિરોધ નોંધાવતા જણાવ્યું કે કેનેડા કોઈ પણ રીતે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોઈ શકે, આ વાત ગળે નથી ઉતરતી.

બ્રિટેને વિરોધ કરતા જણાવ્યું કે ટ્રમ્પના આ પગલાથી બ્રિટેનના સ્ટીલ સેક્ટર પર તો અસર પડશે જ, અમેરિકી અર્થવ્યવસ્થા પણ અછૂત નહિ રહે.