Not Set/ અમરેલીમાં રાજકીય ઉથલ પાથલનાં એંધાણ, શું ફરી થશે પક્ષ પલટો ?

શું ફરી પક્ષ પલટો થશે ? શું ફરી કોઇ દિગ્ગજ કોંગ્રેસે ભાજપમાં મળી કોંગ્રેસનાં બળવાખોર બની રહ્યા છે. અને શું આ મામલો અમરેલી વિસ્તારનો છે ?  આ તમામ પ્રશ્નો હાલ ચર્ચાઇ રહ્યા છે. અને આ પ્રશ્ન ઉભા થવાનું અને ચર્ચામાં આવવાનું કારણ પણ વ્યાજબી છે. હાલમાં જ અમરેલીમાં એવી રાજકીય ઘટના નોંધવામાં આવી કે લોકોને […]

Top Stories Gujarat Others
pjimage 3 અમરેલીમાં રાજકીય ઉથલ પાથલનાં એંધાણ, શું ફરી થશે પક્ષ પલટો ?

શું ફરી પક્ષ પલટો થશે ? શું ફરી કોઇ દિગ્ગજ કોંગ્રેસે ભાજપમાં મળી કોંગ્રેસનાં બળવાખોર બની રહ્યા છે. અને શું આ મામલો અમરેલી વિસ્તારનો છે ?  આ તમામ પ્રશ્નો હાલ ચર્ચાઇ રહ્યા છે. અને આ પ્રશ્ન ઉભા થવાનું અને ચર્ચામાં આવવાનું કારણ પણ વ્યાજબી છે. હાલમાં જ અમરેલીમાં એવી રાજકીય ઘટના નોંધવામાં આવી કે લોકોને આવા પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. અને તે ઘટના છે.

વાત જાણે એમ છે કે, અમરેલીનાં રાજુલામાં વિનામૂલ્યે આરોગ્ય મંદિરનાં ખાતમુહુર્ત પ્રસંગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્ર નીતિન પટેલ બનેં દિગ્ગજ નેતાઓએ સાથે હાજરી આપી હતી. આપને જણાવી દઇએ કે,રાજૂલાનું આ વિનામૂલ્યે આરોગ્ય મંદિર કોંગી ધારાસભ્ય અંબરીશ ડેર સંચાલિત છે.  હોસ્પિટલના ખાતમુહુર્ત પ્રસંગમાં હાજરી આપવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા હતા.

જો કે, આ પ્રસંગે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા પણ રાજુલા પહોંચ્યા હતા. તો સાથે સાથે કોંગ્રેસનાં બળવાખોર અને હાલ ભાજપ સરકારનાં મંત્રી જવાહર ચાવડા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આપને તે પણ જાણી દઇએ કે જવાહર ચાવડા અને અંબરીશ ડેર  બનેં એક જ જ્ઞાતિનાં દિગ્ગજ નેતા છે. જવાહર ચાવડાનાં પિતા અને અંબરીશ ડેરનાં પિતા તેમજ કાકા બનેં આહિર જ્ઞાતિમાં ખુબ મોટું અને સન્માનીય નામ છે.

અમરાલી વિસ્તારનાં કોંગી ધારાસભ્યના કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરી, તેમજ કોંગ્રેસમાથી ભાજપમાં આવેલા અને હાલ ભાજપ સરકારમાં મંત્રી છે તેવા જવાહાર ચાવડાની પણ આ પ્રસંગે ઉપસ્થિતિથી અમરેલીનું રાજકારણ ગરમાયું હતું. અને પેટા ચૂંટણી પહેલા અમરેલીમાં ભડકો થવાના એંધાણ વર્તાયા હતા.

 

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 અમરેલીમાં રાજકીય ઉથલ પાથલનાં એંધાણ, શું ફરી થશે પક્ષ પલટો ?