Not Set/ ભરૂચમાં ગેરકાયદેસર ખનન વચ્ચે કુદરતનો કહેર દેખાયો, મશીનો તણાઈ

નર્મદા નદીમાં 20600 કિલોના હિટાચી મશીન તણાંવાના સામે આવેલા દિલધડક વિડીયો

Gujarat
IMG 20210726 WA0124 ભરૂચમાં ગેરકાયદેસર ખનન વચ્ચે કુદરતનો કહેર દેખાયો, મશીનો તણાઈ

@ મુનીર પઠાણ, ભરૂચ.

 

નર્મદા નદી કિનારાના પટમાં ગેરકાયદેસર ખનન કરતું 20 ટનનું હિટાચી મશીન રેવાના રોદ્ર સ્વરૂપમાં તણાયું,

ઝગડીયા પૂનમની ભરતીના કારણે નર્મદા નદીના જળસ્તર વધતા ઓપરેટર સાથે મશીન તણાતા અન્ય બોટની મદદથી ઓપરેટરને બચાવી લેવાયો

નર્મદા નદીમાં 20600 કિલોના હિટાચી મશીન તણાંવાના સામે આવેલા દિલધડક વિડીયો

જિલ્લામાં પણ સોમવારે સવારથી જ વરસાદે પોતાનો મુકામ જમાવતા જોત જોતામાં નીચાણવાળા વિસ્તારોને પાણીથી તરબતર કરી દીધા હતા.ત્યારે રેવાના રોદ્ર સ્વરૂપનો હેરતમાં મૂકી દેનારો વિડીયો ઝઘડિયા તાલુકામાંથી સામે આવ્યો છે. જિલ્લામાં નદી કિનારે અને નદીમાં ચાલતા રેતી ખનનમાં કાયદેસર કે ગેરકાયદેસર રીતે પાળા બનાવી અને મહાકાય મશીનો મૂકી ખનનનો ધીકતો કારોબાર ચાલી રહ્યો છે.

 

નર્મદા નદી કિનારે ઝઘડિયાના ટોઠીદરા ગામે એક હિટાચી મશીન દ્વારા નદીમાં ખનન થઈ રહ્યું હતું. સોમવારે બપોર બાદ પૂનમની ભરતીના કારણે એકાએક જળ પ્રવાહ વધતા રેવા એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ઓપરેટર સાથે 20600 કિલો એટલે કે 20 ટનનું મહાકાય હીટાચી મશીન નદીના ધસમસતા પ્રવાહમાં તણખલાની જેમ તણાવા લાગ્યું હતું. ઓપરેટરે બુમરાણ મચાવવા સાથે નજીક રહેલા અન્ય લોકો અને નાવડીવાળાઓ ને ઘટનાની જાણ થઈ હતી.

અન્ય બોટએ રેવાના ધસમસતા નિરમાં તણાતાં મશીનમાંથી ઓપરેટરને ઉગારી લીધો હતો. સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થતા ભારે સનસનાટી મચાવી છે, ત્યારે નર્મદા નદીમાં આ ખનન કાયદેસર કે ગેરકાયદેસર રીતે થઈ રહ્યું હતું.