Not Set/ સુરતમાં કોરોના મહામારી વચ્ચે હવે આ બીમારીએ માથું ઊંચક્યું

શહેરમાં કોરોનાનો તાંડવ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વધુ એક સમસ્યા અત્યારે શહેરીજનો સામે ઉભી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે ‘મ્યુકર માઈકોસીસ’ નામની ફૂગ પ્રકારની બીમારીએ માથું ઊંચક્યું છે.

Gujarat Surat
123 113 સુરતમાં કોરોના મહામારી વચ્ચે હવે આ બીમારીએ માથું ઊંચક્યું

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ- સુરત

શહેરમાં કોરોનાનો તાંડવ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વધુ એક સમસ્યા અત્યારે શહેરીજનો સામે ઉભી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે ‘મ્યુકર માઈકોસીસ’ નામની ફૂગ પ્રકારની બીમારીએ માથું ઊંચક્યું છે. કાન, આંખ અને નાક વાટે શરીરમાં પ્રવેશતી આ ફૂગ દર્દીનો આખો ચહેરો તો બગાડી જ નાખે જ સાથે સાથે મટવાનું પણ નામ લેતી ન હોય અને તેમા દર્દીઓ હેરાન થઈ રહ્યા છે.

ગુજરાત: વઢવાણ સંચાલિત વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ સંસ્થા દ્વારા કોવિડ દર્દીઓ અને તેમના સ્વજનો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા શરૂ કરાઈ

કોરોનાના દર્દને મટાડવા માટે દર્દીઓ ઉપર સ્ટીરોઈડનાં ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે, જે ‘મ્યુકર માઈકોસીસ’ને નોંતરું આપી રહ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. બીજી બાજુ આ રોગ એક વખત થઈ ગયા બાદ તેની લાંબી સારવાર ચાલે છે. આમ છતાં દર્દીનાં ઠીક થવાની સંભાવના પણ ઘણી ઘટી જાય છે. આ બીમારીનો ખતરો સૌથી વધુ ડાયાબીટીસ દર્દીઓ ઉપર રહે છે અને અનેક કેસોમાં મૃત્યુ પણ થવાની સંભાવના પણ વધી જાય છે. તબીબો માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે, ‘મ્યુકર માઈકોસીસ’ને મટાડવા માટે ઉપયોગમાં લેવાતાં ઈન્જેક્શનની પણ હાલ તીવ્ર અછત જોવા મળી રહી છે.

લાચાર વેપારીઓની વ્યથા: હવે દુકાન અડધો કલાક પણ બંધ રાખી શકીએ તેવી સ્થિતિ નથી, કારણકે …

બીમારીનાં શું છે લક્ષણો ?
– સતત માથું દુ:ખવું
– દેખાતું ઓછું થઈ જવું
– દાંતમાં સતત ઝણઝણાટી થવી
– નાક બંધ થઈ જવું
– નાકમાંથી કાળા કલરનું પ્રવાહી નીકળવું
– મોઢા ઉપર સોજો આવવો
– નાક અને આંખ આસપાસની ચામડી કાળી પડી જવી

ગોંડલ: માનવ સેવા એજ પ્રભુ સેવા ના સૂત્ર ને જ જીવન મંત્ર બનાવી અનોખી સેવા આપતા પ્રફુલ રાજ્યગુરુ

‘મ્યુકર માઈકોસીસ’ની સારવારનો ખર્ચ હજારોથી લઈ કરોડો સુધી થવા જાય છે. જેથી ગરીબ દર્દીઓ માટે તેની સારવાર કરવી મુશ્કેલ બની જાય છે. કોરોનાની પહેલી લહેર વખતે પણ આ બીમારીનાં દર્દીઓમાં વધારો થયો હતો પરંતુ બીજી લહેર અત્યંત ખતરનાક હોવાને કારણે દર્દીઓ પણ વધી રહ્યા હોવાથી મ્યુકર માઈકોસીસનાં દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સુરતની કિરણ હોસ્પિટલમાં જ અત્યાર સુધી મ્યુકર માઇકોસીસનાં 40 જેટલા દર્દીઓનું ઓપરેશન થઈ ચૂક્યું છે. જેમાંથી 10 દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે હજી 60 દર્દીઓ કતારમાં છે. ડોક્ટરોનાં જણાવ્યા પ્રમાણે આ રોગ અવશ્ય મટી શકે છે પરંતુ તેના માટે પૂરતી કાળજી અને યોગ્ય સારવાર અત્યંત જરૂરી બની જાય છે. આ રોગની સારવાર 14થી 60 દિવસની હોય છે. અત્યારે આ રોગ અત્યંત ચિંતાજનક હદે વધી જવા પામ્યો છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.

majboor str 4 સુરતમાં કોરોના મહામારી વચ્ચે હવે આ બીમારીએ માથું ઊંચક્યું