IND vs SA/ વરસાદ વચ્ચે ટીમ ઈન્ડિયાએ કરી પેટ પૂજા, લંચ મેનુ સોશિયલ મીડિયામાં થયુ વાયરલ

ક્રિકેટ ચાહકોને કેમેરામેનનાં કારણે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટનાં બીજા દિવસે ભારતીય ટીમનાં લંચ મેનુની ઝલક જોવા મળી હતી. બીજા દિવસનું પ્રથમ સત્ર વરસાદને કારણે ધોવાઈ ગયું હતું.

Sports
લંચ મેનુ વાયરલ

ક્રિકેટ ચાહકોને કેમેરામેનનાં કારણે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટનાં બીજા દિવસે ભારતીય ટીમનાં લંચ મેનુની ઝલક જોવા મળી હતી. બીજા દિવસનું પ્રથમ સત્ર વરસાદને કારણે ધોવાઈ ગયું હતું, તેથી લંચ વહેલું લેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – IND vs SA / ભારત અને દ.આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ વરસાદનાં કારણે ધોવાયો, જાણો આજે કેવુ રહશે વાતાવરણ?

આપને જણાવી દઇએ કે, કેમેરાએ બોર્ડનો ફોટો લીધો હતો, જેમાં બ્રેક દરમ્યાન ભારતનું લંચ મેનુ લખેલું હતું. બ્રોકોલી સૂપ, ચેટ્ટીનાડ ચિકન, પીળી દાળ જેવી કેટલીક વાનગીઓ હતી જે વિરાટ કોહલી અને તેના સાથી ખેલાડીઓએ તેમના લંચ બ્રેક દરમ્યાન માણી હતી. જણાવી દઇએ કે, ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સાથે ત્રણ ટેસ્ટ મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ વરસાદને કારણે સંપૂર્ણ રીતે ધોવાઇ ગયો હતો. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર ઝડપથી દર્શકોની નજરમાં એક ખાસ વાત આવી. IND vs SA ટેસ્ટ મેચનાં બીજા દિવસે, ચાહકો મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે એક કેમેરામેને ડિસ્પ્લે બોર્ડને કેદ કર્યું જેમાં મેનુ હતું કે ટીમ ઈન્ડિયા આજે લંચમાં શું ખાવા જઈ રહી છે. વરસાદનાં કારણે બીજા દિવસે બોલ ફેંકવામાં આવ્યો ન હતો, જે દરમ્યાન ભારતીય ટીમ લંચની મજા માણી રહી હોય તેવું લાગી રહ્યું છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં ચિકન ચેટ્ટીનાડનો ઘણો ઉલ્લેખ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેનુમાં ઘણી વાનગીઓનો ઉલ્લેખ છે. જેમ કે બ્રોકોલી સૂપ, ચિકન ચેટ્ટીનાડ.

આ પણ વાંચો – Cricket / વર્ષ 2021 રહ્યુ આ ક્રિકેટરનાં નામે, જુઓ ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર 10 બેટ્સમેન, યાદીમાં એક પણ ભારતીય નથી

સોમવારે સવારે રમત શરૂ થાય તે પહેલા સેન્ચુરિયનમાં વરસાદ પડી રહ્યો હતો. તેથી એવુ લાગ્યું કે મેચ મોડી શરૂ થશે. વરસાદ બંધ થયા બાદ ગ્રાઉન્ડ સ્ટાફે ગ્રાઉન્ડને સૂકવવાનો પ્રયાસ કર્યો હતો. એમ્પાયર્સે પણ મેચ શરૂ કરતા પહેલા મેદાનનું નિરીક્ષણ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ વચ્ચે-વચ્ચે વરસાદ ચાલુ રહ્યો હતો. સતત વરસાદનાં સંકેતો જોતા એમ્પાયર્સે બીજા દિવસની રમત રદ કરી હતી. બન્ને ટીમનાં ખેલાડીઓ સોમવારે મેદાનમાં ઉતરી શક્યા ન હોતા. એક પણ બોલ ફેંકાયા વિના મેચ રદ્દ કરવામાં આવી હતી.