Not Set/ દૂધના ખરીદ ભાવમાં ઘટાડો કરાતા કોંગ્રેસનોં વિરોધ,BJP ખેડૂતોને પાયમાલ કરી રહી છે: અમિત ચાવડા

અમદાવાદ, દૂધના ખરીદ ભાવમાં ઘટાડો થતા કોંગ્રેસે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે ભાજપ તમામ ક્ષેત્રે વ્યાપારીકરણ કરવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ તેનો સૌથી વધુ માર ખેડૂતોને પડી રહ્યો છે. ખેડૂતોને પુરતા ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. તો […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 1 82 દૂધના ખરીદ ભાવમાં ઘટાડો કરાતા કોંગ્રેસનોં વિરોધ,BJP ખેડૂતોને પાયમાલ કરી રહી છે: અમિત ચાવડા

અમદાવાદ,

દૂધના ખરીદ ભાવમાં ઘટાડો થતા કોંગ્રેસે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે ભાજપ તમામ ક્ષેત્રે વ્યાપારીકરણ કરવાના પ્રયાસો કરી રહી છે.

પરંતુ તેનો સૌથી વધુ માર ખેડૂતોને પડી રહ્યો છે. ખેડૂતોને પુરતા ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. તો મંડળીઓ ખેડૂતોનું દૂધ ઓછા ભાવે ખરીદે છે અને ગ્રાહકોને ઉચા ભાવે દૂધ વેચી રહી છે. તેના કારણે તેમના વ્યાપારી કરણના મનસૂબા સાફ થઈ રહ્યા છે.

અમુલ દ્વારા દૂધનાં ખરીદ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ મામલે ચેરમેન રામસિંહ પરમારની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું હતું કે, દૂધનાં ભાવ ઘટાડાનું કારણ દૂધની વધારે આવક છે.

30 રૂપિયા પૈકી 20 રૂપિયા ખેડૂત-પશુપાલક માટે બચતમાં રહેશે. ખેડૂતોને માત્ર 10 રૂપિયા ઓછા મળશે. અત્યારે 28 લાખ લીટર દૂધની આવક અમુલમાં થાય છે. અન્ય દૂધ સંઘો કરતા અમુલનો ભાવ સૌથી વધુ છે. અન્ય સંઘોનાં ભાવ 600ની અંદર છે..