Not Set/ અમિત શાહે ઈલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કરી અમદાવાદીઓને આપી ભેટ

ભાજપનાં ચાણક્ય કહેવાતા અને તાજેતરનાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોચી ગયા છે. તેમના સ્વાગતમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પહોચ્યા હતા. આપને જણાવી દઇએ કે, ગૃહમંત્રી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિ. દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન પૂરૂં પાડવાના પ્રયાસરૂપે આવ્યા છે. થોડા સમય પહેલા જ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત […]

Top Stories Ahmedabad Gujarat
amitttt અમિત શાહે ઈલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કરી અમદાવાદીઓને આપી ભેટ

ભાજપનાં ચાણક્ય કહેવાતા અને તાજેતરનાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોચી ગયા છે. તેમના સ્વાગતમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પહોચ્યા હતા. આપને જણાવી દઇએ કે, ગૃહમંત્રી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિ. દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન પૂરૂં પાડવાના પ્રયાસરૂપે આવ્યા છે. થોડા સમય પહેલા જ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 8 ઈલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કર્યુ હતુ. સાથે અમિત શાહે રાણીપમાં બનેલા ઓટોમેટિક બેટરી સ્વેપ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યુ હતુ.

230723 electricbusamitshah અમિત શાહે ઈલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કરી અમદાવાદીઓને આપી ભેટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં આવેલા પીડીપીયુનાં પદવીદાન સમારોહમાં હાજરી આપશે તદઉપરાંત તેઓ પાટનગર ગાંધીનગરમાં આવેલ સર્કિટહાઉસમાં યોજાવાની બેઠકમાં પણ પોતાની હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામા આવેલ ઈલેક્ટ્રીક બસોનાં લોકાર્પણ બાદ હવે અમદાવાદનાં રસ્તાઓમાં આ બસ દોડતી તમને જોવા મળશે.

આ ઈલેક્ટ્રીક બસની જો વાત કરીએ તો તેના કારણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાતું અટકશે. આ બસોમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ પણ લાગેલી હશે, જેથી બેટરીમાં આગ લાગવાના કારણે થતી દુર્ઘટના અટકાવી શકાશે. તેમજ ઓટોમેટિક ડોર સેન્સરને કારણે બસનાં દરવાજા ખુલ્લા હોવાની સ્થિતિમાં બસ ચાલી શકશે નહી. આ 50 બસો પૈકી 18 બસોમાં બેટરી સ્વેપ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભારતભરમાં પ્રથમવાર અમલમાં આવી છે.

આપને જણાવી દઇએ કે, આવતા બે મહિનામાં બાકીની 32 બસો આવશે. સ્વેપ ટેકનોલોજી ધરાવતી બસમાં એકવાર સ્વેપ કરવાથી 40 કિલો મીટર જેટલી મુસાફરી કરી શકાય છે. અન્ય 32 બસોમાં ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવશે. જેમાં પ્રતિ ચાર્જ દીઠ 200 કિલો મીટરની મુસાફરી કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.