ગાંધીનગર/ અમિત શાહે ગાંધીનગરમાં અમૂલના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ્સ નું ઉદ્ઘાટન કર્યું

જ્યારે 23 કરોડના ખર્ચે નવી રોબોટિક હાઇટેક વેરહાઉસિંગ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેમાં લાંબાગાળા સુધી દૂધ નહીં બગડેઅને તે દૂધને કાર્ટન પેકેજિંગમાં સંગ્રહિત કરવા સક્ષમ છે

Gujarat Others
Untitled 309 1 અમિત શાહે ગાંધીનગરમાં અમૂલના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ્સ નું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહગુજરાતમાં   ગાંધીનગર  આવ્યા છે ત્યારેઆજે અમિત શાહે ગાંધીનગરમાં અમૂલ ફેડરેશનના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ્સ તથા અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય સહકાર મંત્રી અને ગૃહમંત્રી અમિત શાહે ભાટ સ્થિત અમુલ ફેડ ડેરીમાં ઉદ્ઘાટન બાદ મુલાકાત પણ લીધી હતી.જેમાં દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવ્યો છે. જે GCMMFનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લીટરની છે.આ નવો પ્લાન્ટ 24 કલાક કાર્યરત રહે તે માટે 257 કરોડના રોકાણથી બનાવવામાં આવ્યો છે.બે વર્ષના સમયગાળામાં તૈયાર થયેલો આ પ્લાન્ટ અત્યંત ઊર્જા-કાર્યક્ષમ ટેકનોલોજીથી સુસજ્જ છે.

આ પણ વાંચો ;કોરોના / અભિનેત્રી કાજોલની બહેન તનિષા મુખર્જી કોરોના સંક્રમિત

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અમિત શાહ અમૂલ બટરના એક નવા પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન  કર્યું. જેમાં અમૂલફેડ ડેરીની બટર ઉત્પાદન ક્ષમતાને વધારશે. જેમાં બટર ઉત્પાદન ક્ષમતાને દૈનિક 40 ટનથી વધારી 120 ટન કરાશે. આ પ્લાન્ટ 85 કરોડના રોકાણ સાથે બનાવાયો છે. જે ફેટના જથ્થાને અસરકારક નિયંત્રિત કરવાની ક્ષમતા પણ ધરાવે છે.

આ પણ વાંચો ;Movie Masala / ફિલ્મ ‘મિલી’નું શૂટિંગ પૂરું થતાં જ ભાવુક થઈ જ્હાનવી કપૂર, શેર કર્યા ફોટા

જ્યારે 23 કરોડના ખર્ચે નવી રોબોટિક હાઇટેક વેરહાઉસિંગ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેમાં લાંબાગાળા સુધી દૂધ નહીં બગડે
અને તે દૂધને કાર્ટન પેકેજિંગમાં સંગ્રહિત કરવા સક્ષમ છે. આ વેરહાઉસ 50 લાખ લીટર દૂધને કાર્ટન પેકેજિંગમાં સંગ્રહિત કરવા સક્ષમ છે. આ  ઉપરાંત  તેમણે આ ઉદ્ઘાટનમાં   36 લાખ બહેનો જ્યારે 53 હજાર કરોડોના ટર્નઓવરનું કારણ બને છે ત્યારે ખબર પડે છે કે ઘરમાં કામ કરતી મહિલાની ક્ષમતા કટેલી છે. સ્ત્રીઓની  ક્ષમતાના  તેમણે વખાણ કર્યા હતા .