સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. આ ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સવારે 8 થી 10 વાગ્યે હાજરી આપશે. ત્યારબાદ ગુહ મંત્રી અમિત શાહ 11 કલાકે કેવડિયાથી આણંદ જવા માટે રવાના થશે.આણંદમાં તેઓ અમૂલ ડેરીની 75 વર્ષની ઉજવણીમાં હાજરી આપશે. અમૂલ ડેરી ખાતે ગૃહ પ્રધાન અમિત શાહ ડો. કુરિયન સંગ્રહાલય તેમજ સરદાર પટેલ સભાગૃહનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં પશુપાલન પ્રધાન પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહેશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીખાતે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. 31મી ઓક્ટોબરે એકતા દિવસ છે અને દર વર્ષે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો ;પોપ સાથે ઉષ્માભેર મુલાકાત / પોપ ફ્રાન્સિસ સાથે વેટિકનમાં ઉષ્માભેર મુલાકાત કરતા વડાપ્રધાન મોદી, ભારત આવવા આપ્યું આમંત્રણ
કેન્દ્રીય મંત્રી 1 નવેમ્બરના રોજ કુંડળ સ્વામીનારાયણ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવવાના હોવાથી અહીં તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. આ પ્રસંગે 36 ફૂટ ઊંચી ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિનું ગૃહ પ્રધાન અમિત શાહ અને જ્ઞાનજીવનદાસજી સ્વામીના વરદહસ્તે સ્થાપન કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 1 નવેમ્બરના રોજ બોટાદ જિલ્લામાં અને બરવાળા નજીક આવેલું કુંડળ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરશે. ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા અહીં સત્સંગ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સ્વામિનારાયણ ભગવાનની 30મી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન આવવાના હોવાથી અહીં તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. આ પ્રસંગે 36 ફૂટ ઊંચી ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિનું ગૃહ પ્રધાન અમિત શાહ અને જ્ઞાનજીવનદાસજી સ્વામીના વરદહસ્તે સ્થાપન કરવામાં આવશે. 2 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી ભવ્ય સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસો દરમ્યાન હજારો હરિભક્તો ભાગ લેશે.
આ પણ વાંચો ;મોરબી / માર્કેટિંગ યાર્ડમાં વિકરાળ આગ ભભૂકતા 8 હજાર મણથી વધુ કપાસ ભસ્મીભૂત થયો
