Bollywood/ નીરજ ચોપરાને અભિનંદન પાઠવવામાં ભૂલ કરી બેઠા અમિતાભ બચ્ચન, આ રીતે સુધારી

અમિતાભ બચ્ચને શેર કરેલા વીડિયોમાં નીરજ ચોપરાને અભિનંદન આપતા લખ્યું હતું કે, ‘1.3 અબજ ભારતીયો તમને સલામ કરે છે નીરજ ચોપરા.’….

Entertainment
અમિતાભ

ટોક્યો ઓલિમ્પિકમાં સ્ટાર રમતવીર નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યા બાદ ઇતિહાસ રચ્યો હતો. આ સાથે, તે શૂટર અભિનવ બિન્દ્રા પછી ઓલિમ્પિકમાં વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતનાર બીજો ભારતીય બન્યો છે. તેની આ સિદ્ધિ પછી તેને દેશ અને વિશ્વભરમાંથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ મંગળવારે એક ટ્વિટ કરીને તેને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો :કરીના કપૂર અને સૈફ અલી ખાનના નાના દીકરાનું નામ જેહ નહીં જહાંગીર છે

જોકે, અમિતાભ બચ્ચને તેમના અભિનંદન સંદેશમાં ભૂલ કરી હતી, જે થોડા સમય પછી સુધારી લેવામાં આવી હતી. ટ્વીટ સાથે એક વીડિયો શેર કરતાં તેમણે લખ્યું, ‘એક છાતીએ 103 કરોડની છાતી પહોળી કરી અને ભારતીય ઓલિમ્પિક ટીમે સમગ્ર વિશ્વમાં દેશનો ઝંડો ઊંચો કર્યો.’ હકીકતમાં, 130 કરોડ ભારતીયોને બદલે, બોલિવૂડના મેગાસ્ટારે ટ્વિટમાં 103 કરોડ ભારતીયો લખ્યા હતા.

બાદમાં, ભૂલનો અહેસાસ થયા પછી, પ્રથમ ટ્વીટ પછી લગભગ વીસ મિનિટ પછી, તેણે બીજું ટ્વિટ કર્યું. આમાં તેમણે લખ્યું, ‘સુધારો, 130 કરોડ.’ ખરેખર, અમિતાભ બચ્ચને શેર કરેલા વીડિયોમાં નીરજ ચોપરાને અભિનંદન આપતા લખ્યું હતું કે, ‘1.3 અબજ ભારતીયો તમને સલામ કરે છે નીરજ ચોપરા.’ અમિતાભ બચ્ચને ભૂલથી 1.3 અબજ 103 કરોડ ભારતીયો તરીકે લીધા, જે તેમણે સુધારી લીધા. બચ્ચનના આ ટ્વીટ્સ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : 9 વર્ષથી કેન્સરથી પીડિત એક્ટ્રેસ સરન્યા શશીએ દુનિયાને કહ્યું અલવિદા

એક ખબર અનુસાર વર્ષ 2018માં જ્યારે નીરજ ચોપરાએ દેશભરમા મશહૂર ન હતા તે સમયે તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો ભવિષ્યમાં મારા ઉપર ક્યારેય પણ બોલિવૂડમાં બાયોપિક બને છે તો તેમાં અક્ષય કુમાર કે રણદીપ હુડ્ડામાંથી એકને જોવા માગે છે. તેના મુજબ એ ઘણુ સારુ હશે કે તેના પર બાયોપિક બને અને તેમાં આ બંનેમાંથી એક અભિનેતા એક્ટિંગ કરે.

આ પણ વાંચો :વાણી કપૂરે જણાવ્યું મહામારી વચ્ચે કઈ રીતે કર્યું બેલ બોટમનું શૂટિંગ, આવો રહ્યો અનુભવ

આ પણ વાંચો :મુનમુન દત્તાએ મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું, અમદાવાદમાં ગુજરાતી થાળીનો આસ્વાદ માણ્યો