Bollywood/ જાણો, કેમ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર કરવામાં આવ્યા ટ્રોલ

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તાજેતરમાં એક ફોટો શેર કર્યો છે. ચાહકોને ફોટો તો પસંદ આવ્યો, પરંતુ આની સાથે, બિગ બી જે કેપ્શન લખ્યું હતું એ તેમના ગળાનીચે નથી ઉતર્યું.

Entertainment
a 72 જાણો, કેમ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર કરવામાં આવ્યા ટ્રોલ

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તાજેતરમાં એક ફોટો શેર કર્યો છે. ચાહકોને ફોટો તો પસંદ આવ્યો, પરંતુ આની સાથે, બિગ બી જે કેપ્શન લખ્યું હતું એ તેમના ગળાનીચે નથી ઉતર્યું. ચાહકોના નિશાના પર આવેલ બિગ બી જબરદસ્ત ટ્રોલ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે દરેક નાની-મોટી વાતો ચાહકો સાથે શેર છે.

આ ફોટો શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું, “એક વાત ચોક્કસ છે, આ દુનિયામાં લોકોને પુષ્કળ ફુરસદ હોય છે.” તેના પર એક યુઝરે લખ્યું કે, “તમે સાવ સાચા છો સર. તમે તમારા જીવનભર લોકોની સમાન ફુરસતનો લાભ લીધો છે. ” તે જ સમયે, બીજો યુઝરે લખ્યું, “ફક્ત ત્યારે જ તમારો વ્યવસાય ચાલે છે. નહીં તો કોઈ કેમ તમારી ફિલ્મ જોવા માટે તેમના પૈસા અને સમય ખર્ચ કરશે. અને હા, તમે લોકો જે આજે શ્રીમંત રહ્યા છો, તે અમારા ફુરસતની દેન છે. “

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન હાલમાં ટીવી શો કોન બનેગા કરોડપતિ 12 નું શૂટિંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનની જોરદાર ફેન ફોલોઇંગ છે. ફેસબુક પર 3.6 કરોડથી વધુ લોકો ફોલો કરે છે. આ સિવાય ઇન્સ્ટાગ્રામ પર 23 કરોડ લોકો છે અને આ સિવાય ટ્વિટર પર તેમને ફોલો કરનાર લોકોની સંખ્યા પણ કરોડોમાં છે.