Food Recipe/ શિયાળામાં બનાવો આમળાનો ચટપટું ઠેચા અથાણું…તડકા વિના મિનિટોમાં થઈ જશે તૈયાર…

ઘણા લોકોને એનો ખાટો સ્વાદ ગમતો ન હોય તો તમે આમળાના ઠેચાના સ્વરુપમાં સેવન કરી શકો છો. હવે જો તમે Amla thecha Pickle ઘરે જ …

Trending Food Health & Fitness Lifestyle
Amla thecha Pickle...શિયાળામાં બનાવો આ Instant healthy અથાણુ...કેવળ 6 સ્ટેપ્સમાં તૈયાર!

Food Recipe: જો તમને ચટપટું અને તીખું ખાવાનું પસંદ હોય તો આ આમળા ઠેચા અથાણું (Amla thecha Pickle) અવશ્ય ટ્રાય કરજો. એને બનાવવા માટે ન તો તડકાની જરુર છે કે ન તો ઘણા દિવસો સુધી રાહ જોવાની!

શિયાળાની ઋતુમાં આમળા ખૂબ વેચાય છે. આ એક એવું સુપરફૂડ છે જેને સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. એક્સપર્ટ પણ એને દરરોજ ખાવાની સલાહ આપે છે. જો તમને ચટપટું અને તીખું ખાવાનું પસંદ હોય તો આ આમળા ઠેચા અથાણું (Amla thecha Pickle) અવશ્ય ટ્રાય કરજો. એને બનાવવા માટે ન તો તડકાની જરુર છે કે ન તો ઘણા દિવસો સુધી રાહ જોવાની! તો ચાલો જોઈએ એની સરળ રેસિપી…

ગુણકારી આમળાના સ્વાસ્થ્યલાભ (Benefits of Amla)

શિયાળાની ઋતુ આવતાની સાથે જ ચોમાસાનો મંદાગ્નિ જેમ જઠરાગ્નિમાં પરિવર્તિત થઇ જાય છે એ જ પ્રમાણે રસોડા અને ગૃહિણીઓની ઊર્જામાં વૃદ્ધિ થઇ જાય છે! લીલાછમ શાકભાજીની આવકની સાથોસાથ લીલા કાચ જેવા આમળા પણ ઠેર-ઠેર દેખાવા લાગે છે. આમળા એક સુપરફૂડ છે જેનું સેવન શિયાળામાં સ્વાસ્થ્ય (Health) માટે ઘણું જ ઉત્તમ ગણાય છે. શિયાળામાં બજારમાં આમળાનું ધૂમ વેચાણ થાય છે. ઘર-ઘરમાં ઠંડીની સિઝનમાં એમાંથી ભાત-ભાતની વાનગીઓ અને વ્યંજન બનતા હોય છે. કોઇ આમળાની ચટણી (Amla Chatni) ખાવાનું પસંદ કરે છે તો કોઇને આમળાને મુરબ્બો (Amla Murabba)! કોઇ આથેલા આમળા ખાવાનું પસંદ કરે છે તો વળી કોઇને આમળાનું અથાણું (Amla Pickle) પસંદ હોય છે!

Amla- Winter Superfood
Amla- Winter Superfood

આ તમામ વસ્તુઓ સ્વાદિષ્ટ હોય છે પણ શું તમે ક્યારેય આમળાનું ચટપટું ઠેચા અથાણું ખાધું છે ખરું? એ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, સ્વાસ્થસભર વાનગી છે. એના સેવનથી ઇમ્યુનિટી (Immunity Booster) બુસ્ટ થાય છે અને જેથી વાયરલ ઇન્ફેક્શન (Viral Infection)નું જોખમ પણ મોટા ભાગે રહેતું નથી. ઘણા લોકોને એનો ખાટો સ્વાદ ગમતો ન હોય તો તમે આમળાના ઠેચાના સ્વરુપમાં સેવન કરી શકો છો. હવે જો તમે આમળાનું ચટપટું ઠેચા અથાણું ઘરે જ તૈયાર કરવા માગતા હો તો અહિં પ્રસ્તુત છે એની સરળ રેસિપી…

આયુર્વેદમાં આમળાને ‘અમૃતફળ’ (Amritfal, Ayurveda) તરીકે ઓળખવામાં આવે છે. આ ફળના ગુણો એટલા બધા છે કે, એને સુપરફૂડ કહેવામાં આવે છે. ન્યૂટ્રિશનિસ્ટના મતે, આમળા એક દેશી દવા (Desi Medicine) જેવું કાર્ય કરે છે. એમાં એન્ટિઓક્સિડન્ટ્સ, આયર્ન, ફાઇબર ઉપરાંત વિટામિન સી, વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન એ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સહિત અનેક પ્રકારના મહત્વપૂર્ણ પોષક દ્રવ્યો હોય છે.

શિયાળાની ઠંડી ઋતુમાં આમળાના સેવનથી ઇમ્યુનિટી (Immunity Booster) બુસ્ટ થાય છે અને જેથી વાયરલ ઇન્ફેક્શન (Viral Infection)નું જોખમ પણ મોટા ભાગે રહેતું નથી. બાળકોથી લઇને વડીલો સુધી તમામ વયના લોકોએ આમળાનું સેવન કરવું જ જોઇએ. ઘણા લોકોને એનો ખાટો સ્વાદ ગમતો ન હોય તો તમે આમળાનું મુખવાસ (Mukhwas)ના સ્વરુપમાં અથવા અન્ય રીતે સેવન કરી શકો છો.

શી રીતે બનાવશો આમળા ઠેચા અથાણું? (Amla Thecha Pickle Recipe)

આમળા ઠેચા અથાણું બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Amla Thecha Pickle Ingredients
Amla Thecha Pickle Ingredients

સામગ્રી

200 ગ્રામ આમળા

50 ગ્રામ લીલા મરચાં

50 ગ્રામ આદુ

1 મોટી ચમચી વરિયાળી

1 મોટી ચમચી પીળી રાઇ

1 ચમચી મેથી દાણા

1 ચમચી જીરું

1 ચમચી કાળા મરી

1 ચમચી અજમો

અડધો કપ સરસિયાનું તેલ

અડધી ચમચી હીંગ

અડધી ચમચી કલોંજી

મીઠું સ્વાદાનુસાર

અડધી ચમચી સંચળ

1 ચમચી હળદર

2 ચમચી લાલ મરચું

Amla Thecha Pickle Recipe
Amla Thecha Pickle Recipe

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ 200 ગ્રામ આમળાને પાણીથી સારી રીતે ધોઈ કોરા કરવા અને પછી એને નાના-નાના ટુકડામાં સમારવા.

2. ત્યાર બાદ 50 ગ્રામ લીલા મરચાં અને 50 ગ્રામ આદુને પણ નાના ટુકડામાં સમારી લેવા.

3. આ તમામ સામગ્રીને ખલ દસ્તા વડે અથવા તો ગ્રાઇન્ડર જારમાં ઉમેરીને અધકચરું પીસી લેવું અને એક મોટા બાઉલમાં કાઢી લેવું.

4. હવે એક કડાઈમાં સરસિયું ગરમ કરી લો. એમાં વરિયાળી, પીળી સરસવ, મેથી દાણા, જીરુ અજમો, કાળા મરી વગેરેને સારી રીતે ધીમા તાપે શેકી લેવા. આ શેકેલા મસાલાને પણ મીઠું મિક્સ કરીને અધકચરો વાટી લેવો.

5. કડાઈમાં સરસિયું ગરમ કરીને એમાં હીંગ અને કલોંજી (વૈકલ્પિક) ઉમેરવી અને પછી વાટેલું આમળા-મરચાં વગેરેનું મિશ્રણ ઉમેરીને સારી રીતે હલાવવું. ધીમાથી મધ્યમ તાપે 5 મિનિટ સુધી પકાવી લેવું. એમાં તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવું. આમ કરવાથી ઠેચા લાંબો સમય ખરાબ નહિં થાય.

6. અંતે એમાં સંચળ, હળદર, લાલ મરચું અને શેકેલા મસાલાનું મિશ્રણ ઉમેરવું અને સારી રીતે હલાવી લેવું. હવે ઢાંકીને ઠંડુ થવા દેવું.

તો તૈયાર છે તમારું આમળાનું ઠેચા અથાણું (Amla thecha Pickle)…જેને તમે રોટલી, પરોઠા અથવા ભાત સાથે પીરસી શકો છો.


આ પણ વાંચો: ચટપટું આમળાનું અથાણું, તેલ-મસાલા વગર આ હૅલ્ધી રીતે બનાવો…શિયાળામાં માટે છે સુપરફૂડ…

આ પણ વાંચો: બજારમાં મળવા લાગ્યા છે તાજા આમળા…ઘરે જ બનાવો ઈમ્યૂનિટી બૂસ્ટર આમળાનો મુરબ્બો!

આ પણ વાંચો: સવારે ખાલી પેટે પીઓ આમળાની ચા…પેટ સાફ કરવા અને વજન ઘટાડવામાં અસરદાર…જાણો બનાવવાની રીત…