Gujarat News : તાજેતરમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં બહાર આવ્યું હતું કે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલાં ગુજરાતના વિદ્યાર્થીઓ વિદેશમાં રહેલાં કુલ ભારતીય વિદ્યાર્થીઓમાં લગભગ 8 ટકા જેટલા છે.2022 માં વિદેશમાં 11.8 લાખ વિદ્યાર્થીઓમાંથી 94400 ગુજરાતનાં હતાં. 2025 સુધીમાં આ સંખ્યા લગભગ 1.01 લાખ સુધી પહોંચી શકે છે. સર્વેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવાં મોટાભાગનાં સ્થળોમાં ભારતીય વિદ્યાર્થીઓનો કુલ ખર્ચ બમણો અથવા ત્રણ ગણો થશે.
યુનિવર્સિટી લિવિંગ દ્વારા સર્વે કરાયેલ વૈશ્વિક વિદ્યાર્થી રહેઠાણ બજાર, ’બિયોન્ડ બેડ્સ એન્ડ બાઉન્ડ્રીઝ ઈન્ડિયન સ્ટુડન્ટ મોબિલિટી રિપોર્ટ 2023 – 2024 ’એ વિદેશમાં અભ્યાસ, રહેવાની કિંમત, રહેઠાણ અને ઉચ્ચ ટ્રેક્શન ધરાવતાં મુખ્ય દેશના પ્રદેશો સહિત અભ્યાસનું મૂલ્યાંકન કર્યું હતું.યુનિવર્સિટી લિવિંગના સહ-સ્થાપક સૌરભ અરોરાએ જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાર્થીઓને વિદેશ મોકલનારા ટોચના રાજ્યોમાંનું એક છે. “કેનેડામાં કુલ વિદ્યાર્થીઓના લગભગ 40 ટકા વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યના છે.ગુજરાતના વિધાર્થીઓ યુએસ, યુકે અને ઑસ્ટ્રેલિયામાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. એક વ્યાપક વલણ સૂચવે છે કે તેઓ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે યુ.એસ અનુસ્નાતક અભ્યાસક્રમો માટે કેનેડાને પ્રાધાન્ય આપે છે.
કેનેડા અને ઓસ્ટ્રેલિયા દ્વારા તાજેતરના પ્રતિબંધો હોવા છતાં, અરોરાએ જણાવ્યું હતું કે “એસટીઈએમ અભ્યાસક્રમો અને ટેક્નોલોજી અને ફિનટેક વિકસાવવા જેવા વિશિષ્ટ અભ્યાસક્રમોની માંગ ગુણવત્તાયુક્ત અભ્યાસક્રમને કારણે સ્થિર રહે છે. વધુમાં, આ વર્ષમાં વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની સંખ્યામાં અને સંશોધનની ગુણવત્તામાં સુધારો જોવા મળી શકે છે.
સર્વે દર્શાવે છે કે, અર્થતંત્રમાં ભારતીય વિદ્યાર્થીઓનો મોટો ફાળો છે. ભારતીય વિધાર્થીઓ યુએસમાં તેઓ આશરે 12.48 બિલિયન, કેનેડામાં 11.7 બિલિયન અને યુકેમાં 5.9 બિલિયન ખર્ચે છે. યુનિવર્સિટી ફી સૌથી મોટો ખર્ચ છે, ત્યારબાદ રહેઠાણ અને અન્ય જીવન ખર્ચ હોય છે.2025 માટેના અંદાજો દર્શાવે છે કે યુએસ માટે કુલ ખર્ચ 2019 માં જે 8.3 બિલિયન હતો તેનાથી બમણો 17.4 બિલિયન થઈ શકે છે અને કેનેડા માટે 3.1 બિલિયન થી 10.3 બિલિયન થઈ શકે છે.
શહેર સ્થિત ઇમિગ્રેશન અને વિદેશમાં અભ્યાસના સલાહકાર સમીર યાદવે જણાવ્યું હતું કે જમીની વાસ્તવિકતા મિશ્ર ચિત્ર રજૂ કરે છે. એકલાં કેનેડા માટે, છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં 30 ટકા થી વધુનો ઘટાડો થયો છે હાલમાં જ આવેલાં નવાં નિયમોના કારણે આવું બન્યું છે. સમીર યાદવે વધુમાં જણાવ્યું હતું કે “વિદ્યાર્થીઓ સક્રિયપણે અન્ય દેશો અને તકો શોધી રહ્યાં છે. ઉદાહરણ તરીકે, જર્મનીએ એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરના અભ્યાસક્રમો માટે જતાં લોકોમાં ઘણું આકર્ષણ મેળવી રહ્યું છે. પશ્ર્ચિમ યુરોપના અન્ય ઘણાં દેશોમાં પણ આ સંખ્યા વધી રહી છે.
જ્યારે મોટાભાગના લોકો તેમનો અભ્યાસ પૂર્ણ કરીને વિદેશમાં સ્થાયી થવા માંગે છે એવાં વિદ્યાર્થીઓ પણ છે જેઓ ટોચની સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા અને સંશોધન સાથે તૈયાર થવા માંગે છે.
ભારતીય વિદ્યાર્થીની મુખ્ય ચિંતાઓ :
♦ ક્ષમતા : ટ્યુશન ફી, રહેઠાણ અને રહેવાના ખર્ચ સહિત વિદેશમાં અભ્યાસ સાથે સંકળાયેલ ઊંચા ખર્ચ
♦ વિઝાની સમસ્યાઓ : મોટાભાગના ઉમેદવારોને વિઝાની પ્રક્રિયા સરળ લાગે છે, ઘણાંને તે ઘણાં ડોકયુમેન્ટવાળી, ખુબ સમય માગી લેતી અને ઊંચી ફી જેવી મુશ્કેલ લાગે છે .
♦ કિંમત કરતાં ગુણવત્તાને પ્રાધાન્ય : મોટાભાગના વિદ્યાર્થીઓ ખર્ચ કરતાં શિક્ષણની ગુણવત્તા અને સંસ્થાની પ્રતિષ્ઠાને પ્રાથમિકતા આપે છે
♦ કૌશલ્ય વિકાસ : વિદ્યાર્થીઓ એવા અભ્યાસક્રમો માટે ઉત્સુક છે જે કૌશલ્ય વિકાસ અને પ્રમાણપત્રો પ્રદાન કરે છે
♦ નિર્ણય : વિદેશમાં અભ્યાસ કરવાનો નિર્ણય શિક્ષણની ગુણવત્તા, વિવિધ સંસ્કૃતિઓના સંપર્ક અને કારકિર્દીની તકો જેવા પરિબળોથી પ્રભાવિત છે.
આ પણ વાંચો: ગુજરાતના તમામ ક્લિનિકલ મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સની નોંધણી હવે ફરજિયાત
આ પણ વાંચો: સતત બીજા દિવસે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસની ધરપકડ, ટ્રસ્ટના નામે ચલાવતો હતો ક્લિનિક