Not Set/ ટ્રક અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત, 28 થી વધુ ઘાયલ

  અમરેલીના વરસડા નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં ચાર વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા અને 28 થી વધુ લોકોને ઇજા થઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે એસટી બસ અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 28 લોકોને ઇજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને […]

Top Stories Gujarat Trending
amreli 3 ટ્રક અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત, 28 થી વધુ ઘાયલ

 

અમરેલીના વરસડા નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં ચાર વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા અને 28 થી વધુ લોકોને ઇજા થઇ હતી.

road accident 3 ટ્રક અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત, 28 થી વધુ ઘાયલ

સુત્રોના જણાવ્યા પ્રમાણે એસટી બસ અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 28 લોકોને ઇજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યા છે.

amreli 2 ટ્રક અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત, 28 થી વધુ ઘાયલ

મળતી માહિતી પ્રમાણે ટ્રક અને એસટી બસની સામ સામેની ટક્કરથી બસમાં સવાર આશરે પાંચથી છ મુસાફરો સીટોમાં સફાયા હતા. ટ્રક બસની સાઇડમાં ઘૂસી જતાં બસની સીટ વચ્ચે મુસાફરો ફરાયા હતા. ત્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યુ હતુ.

amreli 1 ટ્રક અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત, 28 થી વધુ ઘાયલ

ઉલ્લેખનીય છે કે  સાવરકુંડલા અને ઉંઝા રૂટની એસ.ટી બસ અને ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને એસ.ટી બસમાં ઈજાગ્રસ્ત અનેક મુસાફરોને બહાર કાઢવા સ્થાનિકોને પણ ભારે જહેમત ઉઠાવી હતી.

amreli ટ્રક અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત, 28 થી વધુ ઘાયલ

આ અકસ્માત એટલો ભયંકર હતો કે બસ અને ટ્રક એક બીજા ચોંટી ગયાહતાં જેને અલગ કરવા માટે જેસીબી અને ટોઈંગ વાનની મદદ લેવામાં આવી હતી.