Not Set/ અમૃતસર ટ્રેન દુર્ઘટના:મૃતકનાં પરિવાર માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેર કરી આટલી સહાય

રાવણ દહન જોવા માટે ઉમટેલી ભીડ ખુદ ટ્રેન નીચે હોમાય જશે એવી કોઈએ કલ્પના પણ કરી હશે નહી. લોકો રાવણ દહનનો નજરો સારી રીતે જોવા માટે ત્યાં ઉભા હતા. અમૃતસર નજીકનાં રેલ્વે ટ્રેક પાસે આ ટ્રેન દુર્ઘટનામાં 61 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ટ્રેન જલંધરથી આવી રહી હતી. Prime Minister Narendra Modi has approved Rs […]

Top Stories India Trending
amritsar train અમૃતસર ટ્રેન દુર્ઘટના:મૃતકનાં પરિવાર માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેર કરી આટલી સહાય

રાવણ દહન જોવા માટે ઉમટેલી ભીડ ખુદ ટ્રેન નીચે હોમાય જશે એવી કોઈએ કલ્પના પણ કરી હશે નહી. લોકો રાવણ દહનનો નજરો સારી રીતે જોવા માટે ત્યાં ઉભા હતા. અમૃતસર નજીકનાં રેલ્વે ટ્રેક પાસે આ ટ્રેન દુર્ઘટનામાં 61 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ટ્રેન જલંધરથી આવી રહી હતી.

દેશનાં પીએમ મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં વ્યક્તિના પરિવારને 2 લાખનું વળતર આપવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત આ ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલાં લોકો માટે 50,000 રૂપિયાનું વળતર જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારે આટલી આર્થિક સહાય આપવાનું જાહેર કર્યું હતું.

જયારે પંજાબ રાજ્ય સરકારે પર આર્થિક સહાય જાહેર કરી છે. પંજાબના ચીફ મીનીસ્ટરે જાહેર કર્યું હતું કે અમારી સરકાર દરેક મૃતકનાં પરિવારને 5 લાખ રૂપિયા આપશે અને ઘાયલ થયેલાં તમામ લોકોને સરકારી અને પ્રાઈવેટ હોસ્પીટલમાં ફ્રી ટ્રીટમેન્ટ આપશે.

પંજાબ રાજ્ય સરકારે આજે શોક જાહેર કર્યો છે ઉપરાંત રાજ્યની તમામ ઓફિસો અને એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ બંધ રાખવાનું જાહેર થયું છે.