Not Set/ #AmritsarTrainAccident: અમૃતસર – માનવાલા રેલ્વે સેક્શન વચ્ચેની ટ્રેનો થઇ રદ, આટલી ટ્રેનો થઇ પ્રભાવિત

અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં 61 લોકો મૃત્યુ પામ્યા છે. રાવણ દહન જોવા માટે ભેગી થયેલી ભીડ પર ટ્રેન ચાલી ગઈ હતી અને જોતજોતામાં જ લોકો ટ્રેન નીચે કપાઈને મૃત્યુ પામ્યા. Currently, train services are suspended between Amrtisar-Manawala railway section. We will hold a review at noon and a decision will be taken in this regard: Deepak […]

Top Stories India Trending
tarin accident #AmritsarTrainAccident: અમૃતસર – માનવાલા રેલ્વે સેક્શન વચ્ચેની ટ્રેનો થઇ રદ, આટલી ટ્રેનો થઇ પ્રભાવિત

અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં 61 લોકો મૃત્યુ પામ્યા છે. રાવણ દહન જોવા માટે ભેગી થયેલી ભીડ પર ટ્રેન ચાલી ગઈ હતી અને જોતજોતામાં જ લોકો ટ્રેન નીચે કપાઈને મૃત્યુ પામ્યા.

નોર્ધન રેલ્વેનાં ચીફ પબ્લિક રીલેશન ઓફિસર દીપક કુમારે જણાવ્યું હતું કે, ‘હાલ અમૃતસર – માનવાલા રેલ્વે સેક્શન વચ્ચેની ટ્રેન સર્વિસને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.’  વધુમાં એમણે જણાવ્યું હતું કે અમે બપોરે રીવ્યુ કરશું અને આ અંગે નિર્ણય લેશું.

અમૃતસર ટ્રેન દુર્ઘટનાને કારણે બીજી ઘણી ટ્રેનોને અસર થઇ છે. 10 મેલ એક્સપ્રેસ ટ્રેન અને 27 પેસેન્જર ટ્રેન કેન્સલ થઇ છે. જયારે 16 ટ્રેન ડાઈવર્ટ કરવામાં આવી છે. 10 મેલ એક્સપ્રેસ ટ્રેન અને 2 પેસેન્જર ટ્રેન થોડાં સમય માટે કેન્સલ કરી દેવામાં આવી છે અને 6 મેલ એક્સપ્રેસ થોડાં સમય માટે શરુ કરવામાં આવી છે.