અમદાવાદ/ આ નવરાત્રિએ વિવિધ ધાર્મિક સ્થળોનાં દર્શન કરાવશે ‘AMTS Bus’

ઘણા લોકો નવરાત્રિએ ધાર્મિક સ્થળોએ દર્શન કરવાનો પ્રવાસ રાખતા હોય છે. ત્યારે હવે આ નવરાત્રિમાં AMTS બસ વિવિધ ધાર્મિક સ્થળોનાં દર્શન કરાવશે.

Top Stories Ahmedabad Gujarat
AMTS બસ
  • નવરાત્રિમાં ધાર્મિક સ્થળોનાં દર્શનનો પ્રવાસ
  • નવરાત્રિમાં AMTS બસ કરાવશે પ્રવાસ
  • અમદાવાદ AMTSનો મહત્વનો નિર્ણય
  • ધાર્મિક સ્થળનો AMTS બસ દ્વારા પ્રવાસ
  • પુખ્ય વયનાં માટે રૂ.60 ટિકિટ દર નક્કી કરાયા
  • બાળકો માટે રૂ.30 ટિકિટ દર નક્કી કરાયા
  • વિવિધ ધાર્મિક સ્થળોનાં દર્શન કરાવશે AMTS બસ

ગુજરાતીઓનો સૌથી લોકપ્રિય તહેવાર એટલે નવરાત્રિ. નવરાત્રિ આવે એટલે ગુજરાતવાસીઓનાં પગ નાચવા લાગતા હોય છે. વળી ઘણા લોકો આ પવિત્ર તહેવારે ધાર્મિક સ્થળોએ દર્શન કરવાનો પ્રવાસ રાખતા હોય છે. ત્યારે હવે આ નવરાત્રિમાં AMTS બસ વિવિધ ધાર્મિક સ્થળોનાં દર્શન કરાવશે.

આ પણ વાંચો – વરસાદ /  રાજ્યનાં 209 તાલુકામાં મેઘમહેેર, જૂનાગઢનાં વિસાવદરમાં નોંધાયો સૌથી વધુ 12 ઇંચ વરસાદ

કોરોનાની દસ્તક અને બાદમાં બીજી લહેર બાદ લોકો ધાર્મિક સ્થળોએ જઇ શક્યા નહોતા. જો કે હવે રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે હવે લોકો ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં જઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે, નવરાત્રિને હવે ગણતરીનાં દિવસો બાકી રહી ગયા છે. ત્યારે અમદાવાદમાં AMTS દ્વારા શહેરીજનો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઇએ કે, નવરાત્રિ આ 7 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે. ત્યારે AMTS અમદાવાદ શહેરનાં અલગ-અલગ ધાર્મિક સ્થળોએ લોકોને લઇ જશે. જેના માટે પુખ્ત વયનાં માટે રૂ.60 ટિકિટ દર નક્કી કરાયો છે, જ્યારે બાળકો માટે રૂ.30 ટિકિટ દર નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – બનાસકાંઠા / ધાનેરા નગરપાલિકાની પેટાચૂંટણી દરમિયાન ગરમાયું રાજકારણ, જાણો શું છે સમગ્ર મામલો

આપને જણાવી દઇએ કે, આ નવરાત્રિએ અમદાવાદવાસીઓને AMTS બસ શહેરનાં ચામુંડા મંદિર – અસારવા બ્રિજ નીચે, માત્રભવાની વાવ – અસારવા, પદ્માવતી મંદિર – નરોડા, ખોડિયાર મંદિર – નિકોલ, હિંગળાજ માતા મંદિર – નવરંગપુરા, વૈષ્ણોદેવી મંદિર – એસજી હાઈવે, ઉમિયા માતા મંદિર – જાસપુર રોડ, આઈમાતા મંદિર – સુઘડ, બહુચરાજી મંદિર – ભૂલાભાઈ પાર્ક, મેલડી માતા મંદિર – બહેરામપુર, મહાકાળી મંદિર – દૂધેશ્વર,  હરસિદ્ધી માતા મંદિર – રખિયાલ, ભદ્રકાળી મંદિર – લાલ દરવાજા દર્શન કરાવવા માટે લઇને જશે.