અમુલ ફેડરેશન દ્વારા ભારત ભરના અમુલના દુધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અને આવતીકાલથી એટલે કે 1લી માર્ચથી આ વધારો લાગૂ પડશે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવ વધારો આવતીકાલથી લાગુ થશે.
ભાવ વધારાનું લિસ્ટ
ક્રમ | દુધનો પ્રકાર | પેકીંગની વિગત | જુના ભાવ (રૂ.) | નવો ભાવ (રૂ.) |
1 | અમુલ તાજા | 500ML | 23 | 24 |
2 | અમુલ ગોલ્ડ | 500ML | 29 | 30 |
2 | અમુલ શક્તિ | 500ML | 26 | 27 |
નોંધનીય છે કે, ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા GCMMF(ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડેરેશન)ના સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂ.35થી રૂ.40નો વધારો કરવામાં આવ્યો છે.