Not Set/ AN-32 : એર ફોર્સ ટીમ અકસ્માત સ્થળ પર પહોંચી, 13માંથી કોઈ જીવંત ન મળ્યા

વાયુ સેનાનું વિમાન AN-32 અકસ્માતગ્રસ્ત થયા બાદ લાબાં સમયે પણ, શોધી કાઠવામાં આવ્યું અને અરુણાચલની દુર્ગમ પહાડીઓ વચ્ચે ક્રેસ થઇ જમીન દોસ્ત થયેલ પ્લેનની તપાસ કરવા માટે ગુરુવારે સવારે ભારતીય એર ફોર્સની એક ટીમ AN -32 વિમાનનો અકસ્માતગ્રસ્ત કાટમાળ જ્યા પડ્યો છે ત્યાં પહોંચી હતી. અકસ્માત સ્થળ પર પહોંચેલી ભારતીય એર ફોર્સની ટીમ દ્રારા પ્લેનમાં […]

Top Stories India Uncategorized
An32 1 1 AN-32 : એર ફોર્સ ટીમ અકસ્માત સ્થળ પર પહોંચી, 13માંથી કોઈ જીવંત ન મળ્યા
વાયુ સેનાનું વિમાન AN-32 અકસ્માતગ્રસ્ત થયા બાદ લાબાં સમયે પણ, શોધી કાઠવામાં આવ્યું અને અરુણાચલની દુર્ગમ પહાડીઓ વચ્ચે ક્રેસ થઇ જમીન દોસ્ત થયેલ પ્લેનની તપાસ કરવા માટે ગુરુવારે સવારે ભારતીય એર ફોર્સની એક ટીમ AN -32 વિમાનનો અકસ્માતગ્રસ્ત કાટમાળ જ્યા પડ્યો છે ત્યાં પહોંચી હતી. અકસ્માત સ્થળ પર પહોંચેલી ભારતીય એર ફોર્સની ટીમ દ્રારા પ્લેનમાં સવાર તમામ 13 લોકોનાં મૃત્યુની સત્તાવાર પુષ્ટી કરવામા આવી છે. તમામ 13 મૃતકોનાં પરિવારને એર ફોર્સ દ્રારા આ મામલે યોગ્ય જાણ કરી દેવામાં આવી છે.
એ -32
AN-32ની ગોઝરી પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા 13 લોકોમાં જીએમ ચાર્લ્સ, એચ વિનોદ, આર થાપા, એ તનવર, એસ મોહંતી, એમ કે ગર્ગ, કે.કે. મિશ્રા, અનૂપ કુમાર, સિરીન, એસ કે સિંઘ, પંકજ, પુતાલી અને રાજેશ કુમારનો સમાવેશ થાય છે.
AN – 32 દુર્ઘટના ગ્રસ્ત થયા બાદ લાપતા હતું અને અઠવાડીયા ઉપરાંતનાં સમયગાળા માટે વેયુ સેના દ્રારા તમામ રીતે પ્લેનને શોધવાનો પ્રયત્ન કરવામા આવ્યો હતો. અમેરીકી એર ફોર્સની મદદ લેવામાં આવી, મૌસમ વિભાગના સેટેલાઇટોને પણ કામે લગાડવામા આવ્યો એટલું જ નહીં પ્લેનની માહિતી આપવા બદલ 500000નું ઇમાન પણ જાહેર કરવામા આવ્યું હતું. જો કે વાયુ સેના દ્રારા જ મંગળવારે અરુણાચલ પ્રદેશની પહાડીઓમાંથી પ્લેનનો કાટમાળ શોધી કાઠવામા આવ્યો હતો.
an32 AN-32 : એર ફોર્સ ટીમ અકસ્માત સ્થળ પર પહોંચી, 13માંથી કોઈ જીવંત ન મળ્યા
આપને જણાવી દઇએ કે આસામનાં જોરહાટથી અરુણાચલ પ્રદેશના શી-યોમી જિલ્લાનાં મેચુકા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે રશિયન બનાવટનાં AN – 32 પ્લેને ઉડાન ભરી હતી. ઉડાન ભરવાનાંં ગણતરીનાં સમયમાં જ વિમાને બેઇઝ સ્ટેશન સાથેનો સંપર્ક ખોય દીધો હતો. ત્યારે બાદ 13 લોકો સાથેનાં વિમાનનો કાટમાળ AN – 32નાં નિર્ધારીત રુટ પર 15-20 કિલો મીટર ઉત્તરમાં અરુણાચલ પ્રદેશની પહાડીમાંથી મળી આવ્યા હતા. પ્લેનમાં 8 ક્રૂમાં મેમ્બરો અને 5 પેસેન્જર સવાર હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.