સુરત/ કોરોનાનું સંક્રમણ વધતા પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન પણ શરુ કરવામાં આવ્યું

સંજય મહંત -સુરત સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન પણ શરુ કરવામાં આવ્યું છે. સુરતમાં પોલીસ દ્વારા પીસીઆર વાન પર કફનથી નાનું છે માસ્ક પહેરી લો જેવા બેનરો સાથે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ વધ્યું છે અને હવે આલમ એ છે કે સુરતમાં મૃત્યુદરમાં પણ વધારો થઇ […]

Gujarat Surat
Untitled 212 કોરોનાનું સંક્રમણ વધતા પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન પણ શરુ કરવામાં આવ્યું

સંજય મહંત -સુરત

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન પણ શરુ કરવામાં આવ્યું છે. સુરતમાં પોલીસ દ્વારા પીસીઆર વાન પર કફનથી નાનું છે માસ્ક પહેરી લો જેવા બેનરો સાથે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ વધ્યું છે અને હવે આલમ એ છે કે સુરતમાં મૃત્યુદરમાં પણ વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ સુરતમાં તંત્ર પણ દોડતું થયું છે ત્યારે લોકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે કેટલાક લોકો માસ્ક વગર અને ટોળે વળી બેદરકારી દાખવી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની સાથે જન જાગૃતિ અભિયાન પણ શરુ કરવામાં આવ્યું છે. સુરતમાં પાંડેસરા પોલીસ દ્વરા પીસીઆર વાન પર એક બેનર લગાડવામાં આવ્યું છે જેમાં કફનથી નાનું છે માસ્ક પહેરી લો જેવું લખાણ લખાયું છે. આ પીસીઆર વાન સમગ્ર વિસ્તારમાં ફરે છે અને માસ્ક વગર ફરતા અને ટોળે વળી રહેલા લોકોને જાગૃત કરે છે. પોલીસના આ અનોખા પ્રયાસને લોકો પણ બિરદાવી રહ્યા છે. સાથે જ પોલીસ દ્વારા લોકોને તકેદારી રાખવા સતત અપીલ પણ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં માસ્ક વગર ફરતા લોકો સામે એક તરફ ૧ હજાર રૂપિયા સુધીના દંડ વસુલવાની કામગીરી પણ થઇ રહી છે તો બીજી તરફ પોલીસ દ્વરા જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસો અગાઉ પોલીસ દ્વારા માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજી લોકોને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી હતી અને હવે પોલીસની પીસીઆર વાનમાં વિવિધ બેનરો થકી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.