Not Set/ નવરાત્રીની શરૂઆત પહેલા, ખેલૈયાઓમાં અવનવા ટેટુનો વધ્યો ક્રેશ

નવરાત્રીનાં દિવસોમાં પરંપરાગત શણગારમાં છેલ્લા થોડા વર્ષોથી ટેટુએ એક આકર્ષણ જગાવ્યું છે. આમતો ટેટુ એ આપણી જૂની પરંપરાનું જ એક અંગ છે. પહેલાનાં સમયમાં છુંદણા ત્રોફાવતા જેમાં પણ જુદી જુદી ડિઝાઇન તેમજ ભગવાનનાં નામ શ્ર્લોક વગેરે કરાવતા. હાલ યુવાનોમાં ટેટુનો ક્રેઝ ખૂબ જ છે. જે લોકો પરમેનેન્ટ ટેટુ નથી કરાવતા તે ટેમ્પરરી ટેટુ કરાવી શોખ […]

Top Stories Navratri 2022
navratri tatoo નવરાત્રીની શરૂઆત પહેલા, ખેલૈયાઓમાં અવનવા ટેટુનો વધ્યો ક્રેશ

નવરાત્રીનાં દિવસોમાં પરંપરાગત શણગારમાં છેલ્લા થોડા વર્ષોથી ટેટુએ એક આકર્ષણ જગાવ્યું છે. આમતો ટેટુ એ આપણી જૂની પરંપરાનું જ એક અંગ છે. પહેલાનાં સમયમાં છુંદણા ત્રોફાવતા જેમાં પણ જુદી જુદી ડિઝાઇન તેમજ ભગવાનનાં નામ શ્ર્લોક વગેરે કરાવતા. હાલ યુવાનોમાં ટેટુનો ક્રેઝ ખૂબ જ છે. જે લોકો પરમેનેન્ટ ટેટુ નથી કરાવતા તે ટેમ્પરરી ટેટુ કરાવી શોખ પૂરો કરે છે. જેથી રોજ મનગમતી કલરફુલ ડિઝાઇન કરાવી દેખાવમાં ચાર ચાંદ લગાવી શકાય છે.

matadi નવરાત્રીની શરૂઆત પહેલા, ખેલૈયાઓમાં અવનવા ટેટુનો વધ્યો ક્રેશ

નવરાત્રિનો થનગનાટ, રૂમઝુમ નોરતાંની જમાવટ અને ઢોલનાં ધબકારે નવરાત્રિની રોનક હોય ત્યારે કંઈક નવું કરવા માટે ટેટુ છે યુનિક એન્ડ બેસ્ટ આઈડિયા. દરવર્ષે યંગસ્ટર્સ ટેટુને લઈને કંઈકને કંઈક નવું કરતાં હોય છે. ટેટુ માટે તો યંગસ્ટર્સ કોમ્પિટિશન થાય છે. ત્યારે આ વખતે યંગસ્ટર્સમાં છવાયો છે કન્સેપ્ટ ટેટુનો ક્રેઝ. આ નવરાત્રીમાં પણ ખેલૈયાઓ ગરબામાં દરેકથી અલગ દેખાવા માટે ટેટુ દોરવાની તૈયારીમાં લાગી ગયા છે. જેમાં આ વખતે યંગસ્ટર્સ નવરાત્રીની સાથો સાથ સામાજિક સંદેશ વાળા ટેટૂએ ધૂમ મચાવી છે. જેમાં મોદી અને ટ્રમ્પની જોડી, ટ્રાફિક નીયમો અને આર્ટિકલ 370 ની સૌથી વધુ બોલબાલા છે.

Related image

નવરાત્રીમાં સામાન્ય રીતે લોકો ટેમ્પરરી ટેટુ કરાવે છે. જેમાં એક્રેલીક બેઇઝ, સ્પ્રે ગનથી તેમજ બ્લેક મહેંદીનાં કોન વડે કરી શકાય છે. એક્રેલીક ટેટુ એક્રેલીક પેઇન્ટથી કરી શકાય છે. જેમાં ડિઝાઇન ડ્રો કરી બ્રશ વડે કલર કરી શકાય છે. તે એક દિવસ રાખી શકાય છે. તેને ત્રણ ચાર દિવસ સુધી રાખવા માટે તેના પર ફિક્સર લગાવવામાં આવે છે. બીજું સ્પ્રે ગનમાં કલર વડે કરી શકાય છે. ઉપરાંત એક અઠવાડિયા સુધી રાખવા માટે બ્લેક મહેંદીનાં કોનનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત રેડીમેઈડ સ્ટીકર્સ પણ બજારમાં મળે છે જે સીધા જ લગાવી શકાય છે.

screen 0 નવરાત્રીની શરૂઆત પહેલા, ખેલૈયાઓમાં અવનવા ટેટુનો વધ્યો ક્રેશ

આ નવરાત્રીમાં શહેરનાં મોટાભાગનાં ટેટુ આર્ટિસ્ટ ટેટુ બનાવવામાં વ્યસ્ત બની ગયા છે. ફિલ્મી સ્ટાઇલનાં અને ઇન્ટરનેશનલ ટ્રેન્ડી ટેટુ ડિમાન્ડમાં છે. જો કે નવાઇની વાત એ છે કે ગર્લ્સ કરતા બોયઝમાં ટેટુ કરાવવાનો ક્રેઝ વધ્યો છે. ટેમ્પરરી ટેટુ 200 રૂપિયાથી લઇને એક હજાર સુધીનું હોય છે. જ્યારે પરમેનન્ટ ટેટુ એક હજારથી લઇને પચ્ચીસ પચાસ હજાર સુધીનું હોય છે. ત્યારે ડિઝાઇનીંગ ટેટુ, થ્રીડી ટેટુ, પોટ્રેટ અને જૂના ટેટુ પર કવર અપ કરવાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આ વર્ષે ખેલૈયાઓ અવનવા ટેટુ ચિતરાવીને સૌથી અલગ દેખાવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.