Not Set/ ગુજરાત રાજ્યમાં પાણીજન્ય રોગોએ મૂકી માઝા, રોગચાળો વકર્યો

ચાલુ વર્ષે ચોમાસુ મોડુ શરૂ થયું હતું. અને પુરુ પણ મોડુ થયું છે.  જેને લઈને ઠેર ઠેર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ગુજરાતનાં અમદાવાદ સહિતના તમામ જીલ્લોમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોએ માઝા મૂકી છે. મોટાભાગના તમામ જિલ્લા આજે ડેંગ્યુની ચપેટમાં છે. જેમાં ય સૌથી વધુ કેસ જામનગર જીલ્લામાં નોધાયા છે. […]

Top Stories Gujarat
રોગચાળો ગુજરાત રાજ્યમાં પાણીજન્ય રોગોએ મૂકી માઝા, રોગચાળો વકર્યો

ચાલુ વર્ષે ચોમાસુ મોડુ શરૂ થયું હતું. અને પુરુ પણ મોડુ થયું છે.  જેને લઈને ઠેર ઠેર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ગુજરાતનાં અમદાવાદ સહિતના તમામ જીલ્લોમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોએ માઝા મૂકી છે. મોટાભાગના તમામ જિલ્લા આજે ડેંગ્યુની ચપેટમાં છે. જેમાં ય સૌથી વધુ કેસ જામનગર જીલ્લામાં નોધાયા છે. જ્યાં મૃત્યુ આંક 10 પર પહોચી ગયો છે. તો આમદવાદની હાલત પણ કઈ સારી કહી શકી તેવી નથી.

ડેન્ગ્યુ મેલેરિયાની સાથે સાથે મચ્છરજન્ય અન્ય રોગો જેવા કે, ઝાડા, ઉલટી, કમળો, કોલેરા, ટાઈફોઈડના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ડેન્ગ્યુના 243 થી વધુ કેસ નોંધાયા છે. જેમાં  અમદાવાદમાં ડેન્ગ્યુથી મેડિકલની વિદ્યાર્થિની સહિત કુલ ચાર લોકોના મોત નીપજ્યા છે. તો 9 દિવસમાં મલેરીયા ના 95  કેસ નોંધાયા છે. ઝેરી મલેરીયાના 9 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે. ઝાડા- ઉલટીના 103 કેસ, કમળાના 94  કેસ તો ટાઈફોઈડના 182 કેસ નોંધાયા છે.

જ્યારે સૌથી વધુ ખરાબ પરિસ્થિતી જામનગરમાં જોવામાં મળી રહી છે. ડેંગ્યુથી મૃત્યુઆંક 10 પર પહોંચી ગયો છે. તો રાજકોટના DDOને વાઈરલ ફિવર હોવાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો મેયર પણ વાઇરલ બીમારીની ચપેટ માં આવી ગયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.